Abtak Media Google News

દેશી દારૂ પકડવામાં રાજકોટ ત્રીજા ક્રમે: ગુજરાત પોલીસે દેશી-વિદેશી દારૂ‚ માત્ર પાંચ ટકા પકડાયો હોવાનો અપેક્ષ

ગુજરાતમાં ‘કડક’ દારૂ બંધી છે. છતાં પોલીસે દેશી  વિદેશી દારૂ બિયર અને નશીલા પદાર્થો પકડવા હોવાના આંકડા જાહેર વિધાનસભામાં કરવામાં આવતા પોલીસે રૂપિયા ૨૫૨ કરોડનો દારૂ નો જથ્થો પકડાયો હોવાની વાત બહાર આવી છે. જેમાં દેશી દારૂ વેચવાના અને પણ પકડાવામાં રાજકોટ ત્રીજા ક્રમે હોવાનું બહાર આવ્યું છે.

Screenshot 1 23

વિધાનસભામાં સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં પકડાયેલો દેશી-વિદેશી દારૂ બીયરના જથ્થાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાંથીરૂપિયા ૨૫૨ કરોડથી વધુનો દારૂ પકડાયો છે. વિપક્ષના ધારાસભ્યો દ્વારા ઉઠાવેલા સવાલોના જવાબમાં સરકાર દ્વારા આ સત્તાવાર રીતે આકડા જાહેર કરવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા સરકાર ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે પોલીસે માત્ર પાંચ ટકા દારૂ પકડયો છે. જયારે રૂપિયા ૫૦૪૦ કરોડથી વધુનો દારૂ નાગરીકો પેટમાં ઉતારી ગયા છે. અને ગુજરાતમાં રાજકીયજોરના કરાણે અને પોલીસની રહેમરાહે બુટલેગરો બેફામ બન્યા છે. અને રાજયમાં દારૂ ની રેલમછેલ કરી રહ્યા હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાંથી બે વર્ષમાં ૧૧૮૩૧ કિલો ગાંજો ૩૨૬૫.૫ કિલો અફીણ, ૬૯.૬૦૭ કિલો ચરસ અને ૧૮૦૮ પોરા ડોડાનો જથ્થો  પકડાયો છે. સૌથી વધારે ગાંજો સુુરતમાંથી મળ્યો છે અફીણ આણંદમાંથી જપ્ત કરાયું છે. અને ગાંધીનગરમાંથી ચરસનો જથ્થો વધુ કબ્જે કરવામાં આવ્યો છે.

સૌથી વધારે વિદેશી દારૂ ની બોટલો સુરતમાંથી ઝડપાઇ છે અને સૌથી દારૂ નો જથ્થો અમદાવાદમાંથી મળી આવતા દારૂ ની વધુ કિંમતનું મુલ્યમાં અમદાવાદ પ્રથમ રહેલું છે. જેમાં સુરતમાંથી કુલ ૨૨૫૯૨૦૨ બોટલ દારૂ પકડાયો છે. જયારે અમદાવાદ ત્રીજા ક્રમે રહ્યું છે. કુલ દારૂ ૨૫૨ કરોડમાંથી અમદાવાદમાંથી જ રૂપિયા ૨૫૦૮૬૮૫૧૯ નો દારૂ પકડાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.