Abtak Media Google News

નૂતન વર્ષ અને લગ્નગાળો ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો તખ્તો તૈયાર

ગુજરાત વિધાનસભાની ટર્મ પૂર્ણ થઈ રહી છે પરિણામે રાજયમાં ડિસેમ્બરમાં ચૂંટણી થાય તે અંગેના તમામ પાસાની ચર્ચા થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણી આગામી ૨૧મીએ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. જયારે મતદાન ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં બે ચરણમાં થશે તેવું પણ જાણવા મળે છે.

આગામી તા.૧૯મીએ દિવાળી બાદ નવું વર્ષ શ‚ થઈ રહ્યું છે. માટે નૂતન વર્ષ અભિનંદનનો લાભ લેવા સરકારની ગણતરી છે. ચૂંટણી વહેલી જાહેર થાય તો આચારસંહિતા નડી જાય તેવી શકયતા છે માટે આગામી તા.૨૧મીએ ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા સેવવામાં આવી રહી છે. આ ઉપરાંત તા.૧૨ બાદ લગ્નગાળો પણ પૂર્ણ થઈ રહ્યો હોય મતદાન વધશે તેવી આશા હોવાથી મતદાન માટે પણ તારીખોની ગોઠવણી ચાલી રહી છે.

ડિસેમ્બર મહિનાના બીજા અને ત્રીજા સપ્તાહમાં મતદાન શ‚ થશે. ચૂંટણીપંચ અગાઉ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબકકામાં મતદાન થશે તેવી જાહેરાત કરી ચૂકયું છે.

બીજી તરફ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૪૦થી વધુ બેઠકો મળે તેવું સર્વેથી ફલીત થઈ રહ્યું છે. ભાજપ હાલ ૧૫૦ પ્લસના ટાર્ગેટને લઈ આગળ વધી રહ્યું હોય તેના માટે આ સર્વેના આંકડા મહત્વના બની જાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં જોડતોડની નીતિ શ‚ થઈ ગઈ છે. ચૂંટણીપંચ સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. ચૂંટણીના પરિણામો મતદાનના ૧૦ દિવસ બાદ જાહેર થશે તેવી શકયતા છે.

ચૂંટણી માટે ભાજપે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જયારે કોંગ્રેસ હજુ અંધારામાં હોવાનું જણાય આવે છે. સરકારી તંત્રને નક્કી કરેલા લક્ષ્યાંકો તાકીદે પૂર્ણ કરી દેવા જણાવવામાં આવ્યું છે. ગુજરાતની ચૂંટણી ઉપર સમગ્ર દેશનું ધ્યાન રહેશે તે હકીકત છે. દેશભરમાં આ ચૂંટણી ભારે ઉત્તેજના જગાવશે તે પણ નક્કી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે. ઈવીએમ મશીનની વિશ્ર્વસનીયતા સામે વિવિધ પક્ષો અને સંગઠનો દ્વારા શંકાઓ વ્યકત કરાયા બાદ બેલેટ પેપર દ્વારા મતદાનના માંગણી ઉઠી હતી. જો કે વીવીપીએટી મશીન લોકોમાં વધુ વિશ્ર્વસનીય બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.