Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે પ્રભુનું ભજન ગાયું અને સાથે તબલાનો તાલ મિલવ્યો દીકરા ઋષભએ.. 

અત્યાર સુધી તમે સૌ લોકોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તેમની રાજકીય કારકિર્દી વિષેની વાતો તો સાંભળી જ હશે… તેમનું સામાજિક વ્યક્તિત્વ તેમજ તેમની કુશળ રાજકીય પારદર્શક્તા અને કુશળ વહીવટ લોકો એ ખૂબ જ સરાહયો છે.. પરંતુ આપણે આજે રાજકોટના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની કોઈ રાજકીય કે સામાજિક નહીં પરંતુ એક સરળ અને પરિવારિક ભાવના અને તેમનું સાદગી ભર્યા જીવન વિષે તમને પરિચિત કરવા માગીએ છીએ…

રાજકોટ ના લોક લાડીલા મુખ્યમંત્રી વિજય ભાઈ રાજકીય તેમજ સામાજિક જીવન ની સાથે પરિવારને પણ તેટલું જ મહત્વ આપે છે તેના ફ્રી સમયમાં તેઓ પરિવાર સાથે સમય વિતાવનું પસંદ કરે છે. વિજયભાઈ ભગવાન પ્રત્યે પણ તેટલી જ શ્રદ્ધા ધરાવે છે.. જ્યારે જ્યારે કોઈ શુભ કાર્યની શરૂઆત કરે છે ત્યારે અચૂક ભગવાનના દર્શન કરી માથું ટેકવ્યા વગર કાર્યની શરૂઆત નથી કરતાં..

આ વિડિયો જોયા પછી તમને લાગશે કે શું આ ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ જ છે… તેઓ તેમના પરિવાર સાથે બેસીને ભગવાન નું ભજન કર્યું જેમાં વિજયભાઈના શૂર સાથે તબલાનો તાલ જમાવ્યો તેમના દીકરા ઋષભએ અને સહપરિવાર ભગવાન ની પ્રાર્થના કરી.. જુઓ આ અનોખુ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ નીચેના વિડિયો માં…

https://www.youtube.com/watch?v=DhyYXtFVLok

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.