Abtak Media Google News

કેન્દ્ર સરકારે આંતકવિરોધી દળ નેશનલ સિકયુરીટી ગાર્ડના કમાન્ડોને રાજયમાં દેશના પાંચમાં હબ તરીકે આપી જગ્યા

કેન્દ્ર સરકારે આતંક વિ‚ધ્ધ દળ નેશનલ સિકયુરીટી ગાર્ડ (એનએસજી)ના કમાન્ડોને ગુજરાતમાં એક નવા હબ તરીકે કાયમી‚પથી જગ્યા આપી દીધી છે. જે દેશનું પાંચમું હબ બની રહેશે આ અગાઉ વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલા બાદ મુંબઈ, કોલકતા, હૈદરાબાદ અને ચૈન્નઈમાં આવા ચાર કેન્દ્રો સ્થાપવામા આવ્યા હતા.

એક અધિકારીના જણાવ્યા મુજબ, હાલ રાજધાની ગાંધીનગરમાં શરૂ થનાર એનએસજી હબ ગુજરાતથી લઈને રાજસ્થાન સુધી દેશની બધી પશ્ર્ચિમી સીમાની જવાબદારી ઉઠાવી સુરક્ષા પુરી પાડશે. એનએસજી હબમાં આતંકવાદ અને અપહરણ વિરોધી લગભગ ૧૦૦ કમાન્ડોને રાખવામાં આવ્યા છે. કમાન્ડો અત્યારે ગુજરાતના એક પોલીસ કેન્દ્રથી કામ કરી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, પાછલા વર્ષે જયારે ખૂફિયા સુચન અનુસાર રાજયમાં આતંકી હુમલાની આશંકા હતી ત્યારે તેઓને ગુજરાત મોકલાયા હતા અને ત્યારબાદ તેઓને ગુજરાતમાં જ કાયમી‚પથી રહેવા કહેવાયું હતુ. ગાંધીનગરનાં રહેસન ગામની પાસે ૧.૩૩ લાખ સ્કવેર મીટર જમીન ઉપર બનાવવામાં આવેલા હબની સુવિધાઓમાં જલદીથી વધારો થશે.

થોડા વર્ષ પહેલા કેન્દ્ર સરકારે ગુજરાતમાં એલાઈટ બ્લેક કેટ કમાન્ડો દળનું નવું હબ બનાવવા માટેનો પ્રસ્તાવ રાખ્યો હતો. કારણ કે ગુજરાત રાજય પાકિસ્તાનથી ૫૧૨ કીમી જમીની સીમા અને ૧૬૪૦ કીમી લાંબી તટીયસીમા પર છે. ગુજરાત અને રાજસ્થાનમાં આતંકી હુમલા થવાની આશંકામાં કમાડો અહીયા જલદીથી સુરક્ષા પ્રદાન કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.