ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના મોત

સિંહોની જાળવણી યોગ્ય રીતે ન થતી હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી છે. ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે.

જ્યારે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે.  તેમજ સાવરકુંડલાના મિતીયાળા અભ્યારણમાંથી કોહવાયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે.

એક જ દિવસમાં સિંહોના ચાર-ચાર મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.તેમજ સિંહોના મોતનું કારણ પણ અકબંધ છે. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

Loading...