Abtak Media Google News

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં જીટીયુ સંલગ્ન કોલેજોની ૨૮૦ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ ગુજરાત રાજ્યની સૌથી વધુ સંલગ્ન કોલેજો ધરાવતી યુનિવર્સિટી છે. જીટીયુ દ્વારા આવનારા શિયાળુ ૨૦૧૯ સત્ર માટેની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જુદા-જુદા અભ્યાસક્રમોની પરીક્ષા નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં લેવાશે.

જીટીયુ દ્વારા બીઈ ડિપ્લોમા, એમઈ, ફાર્મસ, એમબીએ અને એમસીએની પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષા માટે જીટીયુ દ્વારા રાજ્યને ૫ ઝોનમાં ફાળવવામાં આવ્યું છે. જીટીયુના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં જીટીયુ સંલગ્ન કોલેજોની પરીક્ષા લેવામાં આવશે, જેના માટે જીટીયુ દ્વારા ૨૮૦ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યભરમાંથી અંદાજે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જીટીયુ દ્વારા દરેક પરીક્ષાખંડમાં સીસીટીવી ફરજિયાત કરવામાં આવ્યા છે. જીટીયુ દ્વારા પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર નીમવામાં આવશે. પરીક્ષા પારદર્શક ધોરણે લેવાય તેની ચકાસણી માટે જીટીયુ દ્વારા દરેક સંસ્થામાં સ્કવોડ મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.