સૌદર્ય નિખારવામાં સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટોની વધતી જતી ભૂમિકા

582

વિકસતા જતા વિજ્ઞાને એક સમયે દાદ, ખાજ અને ખરજવાના ડોકટર ગણાતા સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટોની ભૂમિકા બ્યુટી અને હેર ટ્રીટમેન્ટના ક્ષેત્રમાં વિશાળ બનાવી દીધી છે

હાલમાં માથાથી લઈને પગ સુધીની બ્યુટી ટ્રીટમેન્ટો સરળતાથી થવા લાગી છે:

હેર ટ્રાન્સપ્લાન્ટ, એન્ટી એન્જીંગ, ખીલ વગેરે માટેની ખાસ ટ્રીટમેન્ટોની વધારે લોકપ્રિય થવા લાગી છે

એક સમયે સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડોકટરોનું કાર્યક્ષેત્ર માત્ર ચામડીના રોગો પુરતુ મર્યાદીત ગણાતું હતુ જેથી. સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને દાદ, ખાજ અને ખરજવાના ડોકટર તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ વિકસતા જતા વિજ્ઞાનના કારણે દિન પ્રતિદિન થતા સંશોધનોના કારણે ચામડી અને વાળના રોગોને આવતા કે વધતા રોકી શકવાનું શકય બન્યું છે. એટલું જ નહિ વધતી જતી ઉંમરના કારણે ઢીલી પડતી જતી ચામડીને કસવાનું કે ચહેરા પર પડી જતા ડાઘા કે નિશાનને મીટાવવાનું પણ શકય બન્યું છે.

ચામડીના ક્ષેત્રમાં થયેલા અવનવા સંશોધનો બાદ મહિલાઓની સાથે સાથે પૂરૂષોમાં પણ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે. હાલમાં લોકોના માથાથી લઈને પગ સુધીની બ્યુટી ટ્રીટમેન્ટો કરવામાં આવે છે.

હાલના સમયમાં સ્ત્રી અને પૂરૂષ બન્નેમાં પોતાના ચહેરાનું સૌદર્ય વધારવાનો ક્રેઝ વધતો જાય છે.જેથી ચહેરાના સૌદર્યને નિખારતી બેઝીક બ્યુટી ટ્રીટમેન્ટથી લઈને ચહેરાના સૌદર્યને બગાડતા ખીલ, ખીલના ડાઘ, ખાડા દાઝ વગેરે તથા ટેટુ કાઢવાની ટ્રીટમેન્ટ કરાવવાની માંગ લોકોમાં વધતી જાય છે. ઉપરાંત, લગ્ન પ્રસંગે બ્રાઈડલ બ્યુટી ટ્રીટમેન્ટ પણ ખૂબજ લોકપ્રિય બની રહી છે.

વધતી જતી ઉંમરના કારણે ચહેરા પર કરચલી પડી જવાના, ચામડી ઢીલી પડી જવાની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે. જેના કારણે લોકો વૃધ્ધ લાગવા માંડે છે. જેથી છેલ્લા થોડા વર્ષોથી ચહેરાની કરચલીદૂર કરવાની તથા ઢીલી પડી ગયેલી ચામડીને ખેંચીને ટાઈટ કરવાની એન્ટી એન્જીન અને એન્ટી રીંકલ ટ્રીટમેન્ટની ભારે માંગ નીકળી છે. આવી ટ્રીટમેન્ટ કરાવવાથી લોકો પોતાની ઉમર કરતા યુવાન લાગતા હોય આવી ટ્રીટમેન્ટ હવે ઝડપભેર લોકપ્રિય થવા લાગી છે.

ગ્લોબલ વોર્મિંગન કારણે હાલમાં સર્વત્ર ભારે કડકો પડી રહ્યો છે. આ તડકામાં કામ કરતા લોકોના ચહેરા પર સ્ક્રીન બર્નીંગની સમસ્યા સર્જાતી હોય છે. સ્ક્રીન બર્નીંગના કારણે ચહેરા પરની કાળા ધબ્બા પડી જતા હોય તેની ટ્રીટમેન્ટ કરાવીને આ કાળા ધબ્બાને દૂર કરાવવાનો ક્રેઝ પણ વધતો જાય છે.

તેવી રીતે બ્યુટી ટ્રીટમેન્ટમાં લેસર ટ્રીટમેન્ટનો ઉપયોગ પણ બહુ થવા લાગ્યો છે ખરજવા, ઉંદરી જેવા ચામડીના રોગો તથા ચહેરા દાઢી તથા શરીરના અન્ય ભાગો પરના અણગમતા વાળોને કાયમને માટે દૂર કરવામાં લેસર હેર રીમુવલ ટ્રીટમેન્ટનો ભારે ક્રેઝ છે તેવી જ રીતે બ્યૂટી ટ્રીટમેન્ટોની સાથે હવે ડર્મો સર્જરી થવા લાગી છે. તેનાથી નાક, હોઠ, નેણ, કપાળ તથા કમરને યોગ્ય આકાર આપી શકાય છે. તેવી જ રીતે ચહેરા પર ખંજન પાડવાની સર્જરી પણ હવે શકય છે.

હાલના સમયમાં પુરૂષોમાં માથાના વાળ ખરી જવાની અને ટાલ પડી જવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેથી, અકાળે વૃધ્ધ દેખાડતી ટાલની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે હવે હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ થવા લાગી છે. સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની હેર ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રમાં ભૂમિકા અતિ મહત્વપૂર્ણ થઈ ગઈ છે. મેડીકલના સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ક્ષેત્રમાં સતત નવા સંશોધનો થઈ રહ્યા છે. જેથી સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ભૂમીકા સતત વિસ્તરી જાય છે.

ડો.પ્રતિક સિધ્ધપુરા

નમસ્કાર હું ડો.પ્રતિક સિધ્ધપુરા સખીયા સ્કીન કલીનીક બ્યુટી ટ્રીટમેન્ટસનો અત્યારે જે ક્રેઝ વધ્યો છે તેના પ્રમાણે જો જોવા જઈએ તો ઈન જનરલ ખીલ છે, ખીલના ડાઘ છે, એના ખાડાઓ માટેનું જે છે એની ટ્રીટમેન્ટનું ચલણ વધતું જાય છે. ત્યારબાદ લેઝર હેર રીમુવર કે અણગમતા જે વાળ છે. એનો પ્રોબલેમ્સ પણ વધતો જાય છે. સાથે એની ડિમાન્ડ પણ એટલી જ વધતી જાય છે. હાયજેનીક પરપઝ સ્વચ્છતાના પરપઝ માટે પણ ત્યારબાદ આજકાલ નવો જે ક્રેઝ છે. ટેટુ બનાવવાનો એજ રીતે સામે ટેટુ કઢાવવાનો પણ ક્રેઝ વધતો જાય છે. એના શિવાય બાકીની સીઝન અને એ સીઝન શિવાય પણ જે ગ્લો માટેની ટ્રીટમેન્ટ છે.

કહીં શકાય કે સ્કીન ગ્લો, શાઈનીંગ અને ત્યારબાદ એન્ટીએજીન ટ્રીટમેન્ટ એટલે કે યુવાન દેખાવવું અને વધતી ઉંમર કઈ રીતે છૂપાવવી અટકાવવી એની ટ્રીટમેન્ટસ છે એ બધી વધારે ડિમાન્ડીંગમાં હોય છે ત્યારબાદ અત્યારે લાઈફ સ્ટાઈલ પ્રમાણે વાળ ખરવાનો ઈષ્યુ એટલો વધારે હોય છે. એટલે વાળ ખરતા અટકાવવા માટે જે ચીજો થેરાપી હોય છે. પીઆરપી થેરાપી હોય છે અને હેર ટ્રાન્સપ્લાનટેશન આ બધી જ બ્યુટીટ્રીટમેન્ટસ વધારે ડિમાન્ડમાં છે. ત્યારબાદ જો જોવા જઈ તો લીપ કરેકશન હોય છે. તેની સર્જરી હોય છે અને લાઈનો પ્લાસ્ટી એટલે કે કોઈને નાકનો જે શેઈપ હોય છે તે પોતાનો નથી ગમતો હોતો કોઈનું નાક મોટું છે તો આ બધી ડર્મેટો સર્જરી હોય છે. ઈવન હેર ટ્રાન્સપ્લાન્ટ એ પણ એક ડર્મેટો સર્જરી હોય નો એક ભાગ છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ પણ એટલું જ ડિમાન્ડીંગ હોય છે.

ડીમ્પલ ક્રીએશન એ બે રીતે થઈ શકે છે તે આઉટ સાઈડથી પણ થઈ શકે છે અને અંદરથી પણ થઈ શકે છે અને જે ડીમ્પલ ક્રીએશન અંદરથી જે કરતા હોય છે એ અંદરથી સ્નાયુનો એક નાનો એવો ટુકડો કાઢી લેતા હોય છે અને ત્યારબાદ ત્યાં સ્ટીંચ લઈ લેતા હોય છે. આ સ્પેશ્યલી પાર્ટ ફોમ ડર્મેટોસર્જન તમારા પ્લાસ્ટીક સર્જન કે ડેન્ટીસ્ટ પણ કરતા હોય છે અને ડિમ્પલ ક્રીએશન પણ અત્યારે એટલો જ ડિમાન્ડીંગ છે.

નોર્મલી જો આજે જોઈએ તો ઘણા બધા બોર્ડસ તમે વાંચતા હશો અને ઈવન સલુન અને ત્યાં પણ કે સ્કીન સ્પેશ્યાલીસ્ટ અને કોઈ પાર્લરને ત્યાં સ્કીન હેર બ્યુટી એન્ડ લેઝરસ તો આ બધા જે છે એમે એને કવેકસ કહીએ કે એમની પાસે કોઈ ડીગ્રી હોતી નથી અને છતાં લોકો ટ્રીટમેન્ટ કરતા હોય છે. એક નજીવું ઉદાહરણ આપું કોઈક ૨ દિવસમાં ડ્રાઈવીંગ શીખે છે અને કોઈક ૨૧ દિવસ સુધી ડ્રાઈવીંગ શીખે છે અને આપણને ખ્યાલ છે કે જે ૨ દિવસ શીખેલો હોય છે. એકસીડન્ટ કરી પોતાનું તો ઠીક છે પણ બીજાને પણ એટલું નુકસાનકારક થવાનું છે. તો એ કવેકસ પાસે કોઈ એવી ડિગ્રી નથી હોતી.

બીજુ એ છે મશીન્સ હવે મશીન્સ જો તમે જોવો તો આજે એક એફડી અપ્રુવડ મશીન્સ તમે કયારેય પણ કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવવા જાવ તો સ્પેશ્યલી તમારા ડોકટરની ડીગ્રી શું છે તે ઓળખો. બીજુ એ કયાં મશીન્સ યુઝ કરે છે કેમ કે એફડીએ (ફુડ એન્ડ ડ્રાય એડમીનીસ્ટ્રેશન) એના અપ્રુવ જે મશીનો હોય છે એ કમ્પ્લીટ બી શેફ હોય છે. કે જે આપણે કલીનીકમાં હોય છે. એ કયારેય કોઈ નુકશાન કરતા નથી કે સેફટી સર્ટીફીકેટ એમાં એટેંચ હોય છે. એ કોઈ જે તમને હું કહું છું કે કવેકસ જે હોય છે કે ડિગ્રી વગરના બધા ડોકટરો હોય છે. એની પાસે એવી કોઈ પણ ફેસેલીટીઝ હોતી નથી. એટલે બેઝીક વસ્તુ એ છે કે નોલેજ પણ હોવું જરૂરી છે અને સાથે-સાથે એવા મશીન્સ કે જે એફડી અપ્રુવડ હોય એ બધાની એટલી જરૂર હોય છે. એટલે બને ત્યાં સુધી તમારા ડોકટરને ઓળખો કે એ કઈ ડીગ્રી ધરાવે છે. એકચ્યુલી એનામાં એટલી લાયકાત છે કે એ તમને કોઈપણ હાનીકારકતા વગર ટ્રીટ કરી શકે છે કે નહીં.

જો અત્યારે જોઈએ તો સ્કીન એ વર્ષોથી ડેવલોપીંગ બ્રાન્ડસ તરીકે ઉતરતી આવી છે અને સ્કીન હજી એટલી જ ડેવલોપીંગ છે હવે એમાં જો કોઈ પણ આપણે નવી શાખાઓ જોઈએ તો લેઝરસ એ સૌથી વધારે ઉપયોગી છે અને એમાં પણ લેઝર હેર રીમુવર કે જેમાં દરેક દિવસે અલગ-અલગ લેઝરની પધ્ધતીઓ કે જેમાંથી સારી રીતે એમાંથી આપણા અણગમા વાળોને કાઢી નાખી શકીએ એવી નવી-નવી ટેકનીકસ આપતી જતી હોય છે. ટ્રીપલ વેર લેઝર છે એ બધા આવતા-જતા હોય છે. એસ.એચ.આર. ટેકનોલોજી છે એ બધી આવતી-જતી હોય છે.

ટેટુ રીમુવ માટે કહીએ તો ટેટુ રીમુવ લેઝરમાં પહેલા ૮-૧૦ સીટીંગ જોતા હતા જે હવે નવું રીસેન્ટલી જે લોન્ચ થયું છે. પાઈકો સેકેન લેઝર એ બધું જ ઓછી સીટીંગ્સમાં પણ તમારા ટેટુને બહુ સારી રીતે કાઢી શકે છે અને ત્યારબાદ અલગ અલગ કેમીકલ પીલ્સ પણ ડે એન્ડ ડે માર્કેટમાં આવતા જતા હોય છે. જેથી તમારી સ્કીન વધારે સારી રીતે કોઈ પણ હાનીકારકતા વગર આપણે ટ્રીટ કરી શકીએ છીએ અને રેસ્ટ ઓફ ફીલરસ જે છે એ ફીલરસમાં પણ જે ઓછી કોસ્ટમાં પણ તમને સારું રીઝલ્ટ આપી શકે. એવા ફીલરસ પણ હવે ડે બાય ડે માર્કેટમાં વધારે આવતા-જતા હોય છે. રીસેન્ટલી બીજા જોવા જઈએ તો ફેટ ગ્રાફીંટ જે હોય છે. તમારા શરીરની ફેટ લઈ અને તમારા

ખાડામાં કે ટાઈટનીંગ માટે લીફટીંગ માટે આપણે યુઝ કરી શકીએ છીએ. એ બધા છે માઈક્રોપીઝોન્ટેશન કે જે બધુ હેર ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા એ બધા માટે માઈક્રો પીગ્મેન્ટેશન નામની એક ટેકનીક છે કે જે ટેટુ જે રીતે કરતા હોય છે જે બ્લેક કલરનું પીગ્મેન્ટસ તમારા માથામાં અથવા તો કોઈના આઈબ્રોઝ આછા હોય તો એને ઘાટા બનાવવા આ બધી જે નવી ટેકનીક છે એ હવે દિવસે ને દિવસે આવતી જાય છે.

આધુનિક હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ અતિ  સરળ અને સસ્તી છે: ડો. હર્ષિત રાણપરા

સૌરાષ્ટ્રભરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને બ્યુટી ટ્રીટમેન્ટ ક્ષેત્રે આગવી નામના ધરાવતા ડો. હર્ષિતા રાણપરાએ ‘અબતક’સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું.

હેર ટ્રાન્સ પ્લાન્ટ એવી સર્જરી છે કે જેમાં અમે વાળના મુળ પાછળથી લઇને આગળ રોપી દઇને છીએ. ટાલના અલગ અલગ સાત ગ્રેડ હોય છે કે ટાલમાં ખાંચાથી શરુઆત થાય ધીમે ધીમે ખાંચા ઊંડા થતા જાય છે. ઘણાને વચ્ચેથી પણ ટાલ પડે છે. આવી રીતે ટાલના સાત ગ્રેડ હોય છે. હવે ટાલમાં જીજેટીકમાં હોય દાદા કે પિતાને કે મોસાળ પક્ષમાં હોય તો ટાલ આવી શકતી હોય છે. ટાલ એક વખત પડે પછી ધીરે ધીરે આગળ વધતી જાય છે જો તમે પણ કાંઇ પણ ન કરો તો એક પછી એક ગ્રેડમાં આગળ વધતી જાય છે.

ટાલની શરુઆતમાં દવા કરીએ તો આગળ વધતી અટકાવી શકાય  છે.

વાળના મુળ હોય તો દવાથી વાળનો ગ્રોથ લઇ શકાય છે પરંતુ તે એકવાર વાળના મુળ મરી જાય તો જેમ કે ટાલ પરની ચામડી લીસી થઇ જાય તો તે જગ્યાએ મુળ મરી ગયા હોય છે. તેવી સ્થિતિમાં કોઇપણ દવા કામ કરતી નથી. તેવા સમયે હેર ટ્રાન્સ પ્લાન્ટ જે એક વિકલ્પ છે. દરેક ટાલ વાળાને પાછળ એક વાળનો પટ્ટો હોય છે તે કદી જતા નથી અમે એ વાળનો મુળ સહિત લઇને આગળ રોપી દલને છીએ એટલે ટ્રાન્સ પ્લાન્ટ વાળા વાળ તમારા પોતાના કુદરતી વાળ હોય છે તે ઉગે છે કપાવવા પડે છે.

હેર ટ્રાન્સ પ્લાન્ટની બે પઘ્ધતિઓ હોય છે એક જુની પઘ્ધતિ હતી તે એકયુટી હતી કે અમે પાછળથી વાળની આખી પટ્ટી કાઢી લેતા હતા.

અને જે જગ્યા પડી હોય તેને ટાંકા લઇને જોઇન્ટ કરી દેતા હતા આ પટ્ટીમાંથી એક એક રૂટ લઇને તેના આગળ ઇમ્પ્લાન કરી દેતા હતા. જેથી ત્યાં ટાંકા લેવા પડતા હતા અને આ સર્જરીમાં દુ:ખાવો થતો હતો જેના અનેક ગેરલાભો હતા. અત્યારે નવી લેટેસ્ટ પઘ્ધતિ છે તે એકયુઇ પઘ્ધતિ છે એમાં એક એક વાળને મુળમાંથી લઇને ટાલની જગ્યાએ રોપી દઇએ છીએ. આ પઘ્ધતિમાં કોઇપણ જગ્યાએ ટાંકા લેવા પડતા નથી. તેમાં રૂઝ પણ ઝડપથી આવી જાય છે.

આ પઘ્ધતિથી હેર ટ્રાન્સ પ્લાન્ટમાં કોઇ મોટા ઓપરેશન નથી અને તેમાં બીજા દિવસથી લોકો પોતાનું કામકાજ ચાલુ કરી શકતા હોય છે. જેઆ બે તેના પ્રકારની વાત છે હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી કોઇ ખાસ કાળજી લેવાની હોતી નથી. લોકો બીજા દિવસથી પોતાનું નિયમિત કામકાજ શરુ કરી શકે છે. ત્રીજા દિવસથી શેમ્પુથી માથુ ઘોઇ શકે છે. આવી એકરસાઇઝ અઠવાડીયામાં સુધી નહી કરવાની ભારે તડકામાં નહીજવાનું તથા સ્વીમીંગ ૧પ દિવસ સુધી નહી કરવાની સલાહ આપતા હોય છે. બાકી બધી માઇનોર વસ્તુ છે ખાસ કોઇ મેજર કાળજી લેવાતી હોતી નથી.

હાલમાં માથાની લઇને પગ સુધીની બ્યુટી ટ્રીટમેનટો ઉપલબ્ધ છે: ડો. પ્રિયંકા સુતરીયા

શહેરના જાણીતા ડર્મેટો – કોસ્મેટો – લોજીસ્ટ  ડો. પ્રિયંકા સુતરીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આજના યુગમાં કોઇપણ બ્યુટી ટ્રીટમેન્ટ પહેલા જે ટ્રીટમેન્ટ હીરો-હીરોઇન કે સેલીબ્રીટી કરતા હતા હવે બધાને માટે અવેલબ છે. કપડાની જેમ એવું નથી કે બોટોકસ, ફીલર, ડીમ્પલ ક્રીએશન હેર ટ્રાન્સ પ્લાન હવે કવોલીટીફાઇડ  ડોકટરો પાસે કરાવી શકાય છે. ઉપરથી શરુઆત કરીએ તો હેર ટ્રાન્સપ્લાન્ટ એ બહુ સારી ટ્રીટમેન્ટ છે જેમાં ટાલ પડી ગઇ હોય જેના માટે જેમના  પોતાના વાળ પાછળથી લઇને ૧૫૦૦ થી ૩૦૦૦ જેટલા વાળ ઉગાડી શકાય છે.

બીજી ટ્રીટમેન્ટ ફેસલીફટ છે જેમાં દોરાથી થતી ટ્રીટમેન્ટ થ્રેડ ફેઇસલીફટ કહે છે તે ઓપીડી પ્રોસેસ છે ૧પ મીનીટમાં તેમને ૧૦ થી ર૦ વર્ષ યુવાનનો લુક આપી શકાય છે. જેમાં ચહેરાની નીચેની દોરા નાખીને લમણા સુધી ખેંચવામાં આવે છે જેની ચહેરાની ચામડી ખેંચાઇ છે લગ્નપ્રસંગે સમયના હોય જયારે આ ઝડપી ટ્રીટમેન્ટ કરાવીને દેખાવને બદલાવી શકાય છે.

ત્રીજી ટ્રીટમેન્ટ બે્રસ્ટ લીફટ બ્રેસ્ટ રીડકશન, નાના મોટા સ્તનોની ઓપરેટીવી ટ્રીટમેન્ટ કરાવી શકાય.

ચોથી ટ્રીટમેન્ટ ટમીટસ્ટ કે બોમેનો પ્લાસ્ટી છે કે જેમાં પ્રેગનન્સી બાદ ચામડી લુઝ થઇ જાય છે તેને ટાઇટ કરવા કમરનો શેપ આપવામાં આવે છે તેમ જણાવી ડો. સુતરીયાએ ઉમેયુૃ હતું. કે પાંચમી ટ્રીટમેન્ટ હોય છે લીથો સકશન કે જેમાં અણગમતી વધારાની ચરબી હોય તેને નાનકડા ઓપરેશનથી કાઢી નાખવામાં આવે છે.

ચહેરા પરની કરચલી દુર કરવાની  એન્ટી એજીંગ ટ્રીટમેન્ટની માંગ વધી છે: ડો. પ્રતિક સિઘ્ધપુરા

શહેરની જાણીતી સખીયા સ્કીન કલીનીકના ડો. પ્રતિક સિઘ્ધપુરાએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે,એન્ટી એજની ટ્રીટમેન્ટ એટલે કે એમાં બધી અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. જેમ કે, મોઢા પર કરચલી થઇ ગઇ હોય તો તેને દુર કરવાની ટ્રીટમેન્ટ હોય છે. એની સાથે ઉમર વધતા જે તમારી સ્કીન લચી જતી હોય છે. તો એની ટાઇટનીંગ માટેની પણ ટ્રીટમેન્ટસ હોય છે.

એન્ટી એજન્ટ ટ્રીટમેન્ટમાં જો કોઇને બહુ જ સુક્ષ્મ કડચલીઓ હોય તો એને અમે કેમીકલ પીલીંગ દ્વારા ટ્ીટ કરી શકીએ છીએ. અને લેઝર દ્વારા બહુ સુક્ષ્મ કડચલીઓ કે જે બહુ શરુઆતના સ્ટેજમાં હોય તો એને રોકી શકીએ છીએ. દુર કરી શકીએ છીએ. જો કોઇને બહુ ઊંડી કડચલીઓ પડી ગઇ હોય તો એટલે કે કોઇના હાવભાવ દરમિયાન વધારે સ્માઇલ કરે અને કરચલી પડતી હોય તો તે બધા માટે ઇન્જેકશન્શ આપવાનું હોય છે. મેડીકલ ટર્મસમાં એને આપણે બોટોકસ તરીકે ઓળખતા હોઇએ છીએ. એ એક બહુ જ નજીવું કેમીકલ છે કે જે સ્નાયુઓમાં ઇન્જેકટ કરવામાં આવે છે.

બહુ જીણી પાતળી એવી ટાંચણીથી પણ પાતળી સોય દ્વારા ઇન્જેકશન આપવામાં આવે છે. જે દરમિયાન કોઇ સાઇડ ઇફેકટ કે દુ:ખાવો નથી થતો અને તમે ૧ થી ૧૦ દિવસમાં જ કરચલી ઓછી મુકતી મેળવી શકો છો. અને જે રીઝલ્ટ તમારું ૩ થી ૬ મહીના સુધી સચ્ચાઇ રહેશે. અને એન્ટી એન્જીંગમાં જે સૌથી પેલી ટ્રીટમેન્ટ છે.

બોટ ઓકસ છે. અને કરચલી દુર કરવા માટેની આ એક બહુ સારી પઘ્ધતિ છે.

ત્યારબાદ જે છે એ ફીલર્સ છે ફીલર્સ એટલે કે તમારી વધતી – જતી ઉમરને લીધે કે તમારા ચહેરાના સ્નાયુઓ જે નીચે ઉતારી જતા હોય તો એને એક હદે આપણે ટાઇટ નીંગ કરી શકીએ.

વધતી ઉમરને લીધે આંખના ચરબીનો જે ભાગ હોય તે ઓગળી જતો હોય છે તો ત્યાં  ફીલર્સનું ઇન્જેકશન આપી અને એ તમારી આંખોને પણ એન્ટી એજીન ટ્રીટમેન્ટ એટલે કે આંખોનું રીઝવાઇનેશન પણ કરી શકીએ  છીએ. હાઇફૂએ બહુ ડીમાન્ડીંગ છે. અને આ પઘ્ધતિ દ્વારા ડબલ ચીન જો હોય કોઇની સ્કીન સાવ લચી ગઇ હોય તો એની ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ. અને હવે થ્રેડ લીફટીંગ કરીને આવે છે કે જેનું બહુ જ સારું રીઝલ્ટ છે. અને લોંગટર્મ રીઝલ્ટ છે અને એ પણ એક બહુ નજીવા પેઇન થ્રુ સોઇ નાખી અને એ તાતણા ખેંચી લેવામાં આવતા હોય છે. એ પણ એટલી જ અસરકાર એન્ટી એજીન ટ્રીટમેન્ટ છે.

સ્ક્રીન બર્નીગ ખરેખરમાં અત્યારે આપણી રહેણી-કહેણી છે એ પ્રમાણ સૌથી વધારે જોવા જઇએ તો વધુ અસરકાર હોય છે. આપણે જનરલી જે મોટા ભાગે જે આપણે અહીંના ભારતીય વાતાવરણમા જોઇએ છીએ. તો કોઇને સનસ્કીન લગાવવાની આદત હોતી નથી તો સન સ્ક્રીન લગાવવું એ ખુબ જ અગત્યનું હોય છે.

સનસ્ક્રીન લગાવવું એ પોતે જ પોતાનામાં એક એન્ટીએજીન ટ્રીટમેન્ટ છે. સનસ્કીન લગાવી આપણે તડકાના જે હાનીકારક અસરો છે. તેનાથી બચી શકીએ છે.

સ્કીન બનીંગ એક આજ ઇષ્યુ થ્રુ થતો હોય છે. કે તડકાના તાપથી તમારી સ્કીન વધારે સેન્સીટીવ થઇ જતી હોય છે. અને લોકો એટલી અલગ અલગ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટસ કરાવતા હોય છેે. પાર્લર ટ્રીટમેન્ટસ કરાવતા હોય છે. સાથે માર્કેટઆં એટલી અવેલેબલ ક્રીમ છે. જે લગાવતા હોય છે એક જ ક્રીમ દરેક વ્યકિતને અસરકારક થાય એવું નથી હોતું. બધા વ્યકિતઓની સ્ક્રીન અલગ અલગ  હોય છે. તો કોઇની સ્ક્રીન ને બનીંગ થાય કોઇ સેન્સીટીવ થાય એ ઇષ્યુ રહેતો હોય છે. તો કોઇપણ ક્રીમ તમારી સ્કીન ને અનુકુળ થાય છે. તો બધા માટે તમારા કાંઇપણ સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ નો ક્ધસલ્ટ કરી અને ત્યારબાદ યુઝ કરીએ એ સૌથી વધુ હીતાવહ છે.

Loading...