Abtak Media Google News

સરકારી વિભાગોના દબાણથી વેપારીઓને પડ્યા પર પાટુ: યોગ્ય કરવાની માંગ

ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા આર્થિક પેકેજ જાહેર કરી વેપારી ઉદ્યોગને ફરી પ્રસ્થામિત કરવા પ્રયત્ન થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકારના નાણા ખાતા અને વેરા વિભાગ દ્વારા વેટ કાયદા તથા જી.એસ.ટી. કાયદા હેઠળ બાકી રહેતી રકમની વસુલાત કરવા વેપારીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓએ સરકારના કાયદેસરના વેરાના નાણા ચૂકવી આપવા જોઇએ. પરંતુ હાલમાં આવી વસુલાત ખરેખર કાયદેસર છે કે કેમ તે પણ નકકી કરવું મુશ્કેલ છે. કેટલાક કેસોમાં વેપારીઓએ નાણા ભરપાઇ કરી દીધા હોવા છતાં બાકી દર્શાવવામા: આવી રહી છે. અને તેવા બાકી રહેતા નાણાની વેપારીના બેન્ક ખાતા બંધ કરી સીધી વસુલાત કરી લેવામાં આવી રહી છે. જેથી વેપારીની આર્થિક સ્થિતિ આ મંદીના સમયમાં વધુ કથળતી જતી હોય છે. કેટલાક વેપારીઓએ જાગૃત રહી વેટ કાયદા અન્વયે કરવામાં આવતી વસુલાતો અંગે ઉચ્ચ કક્ષાએથી આ વસુલાત અંગે સ્ટે મેળવેલ હોવા છતાં તેની અસરરૂપે બેન્ક ખાતા મુકત કરી આપવા જે-તે બેન્કોને જાણ કરવાની સરકારી તંત્રની ફરજ બનતી હોય છે. પરંતુ એક યા બીજા કારણે સરકારી તંત્રના અધિકારીઓ આવા ખાતા મુકત અંગેના પત્રો બેન્કોને મોકલતા નથી. જેને કારણે ખાતાઓ સ્થગિત થયેલ છે. અને તેવા ખાતાઓમાં વ્યવહાર થઇ શકતા ન હોય, વેપારીઓની આર્થિક સ્થિતિ વધુ વણસી રહી છે. આ બાબતે સ્થાનિક કક્ષાના અધિકારીઓ તથા નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલ સમક્ષ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.