Abtak Media Google News

વેપાર-ઉદ્યોગને ધમધમતો કરીને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો લક્ષ્યાંક હાંસલ કરવા મોદી સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં દેશના અર્થતંત્રમાં જડમુળમાંથી ફેરફાર કરવા અનેક આકરા નિર્ણયો લીધા હતા આ નવા નિર્ણયોના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી દેશનું અર્થતંત્ર જોઈએ તેવું ગતિ પકડતુ નથી જેથી વેપાર ઉદ્યોગને ધમધમતુ કરીને અર્થતંત્રની ગતિને વેગ આપવા મોદી સરકાર ‘ઈઝ ઈફ ડુંઈગ’ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના ભાગરૂપે હવે કરિયાણા અને નાના વેપારીઓ સરળતાથી પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે તે માટે અનેક વિભાગોમાંથી લેવી પડતી મંજુરીની ઝંઝટમાંથી મૂકિત આપવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે.

હાલમાં દેશમાં કરીયાણા કે નાના વ્યવસાયકારોને નવી દુકાન ખોલવા માટે ૨૮ મંજૂરીઓ લેવી પડે છે. જેમાં સોપ્સ એકટના લાયસન્સથી માંડીને તોલબાપ આરોગ્ય, ફૂડ, ફાયર સેફટી ઉપરાંત જીએસટી જેવી અનેક મંજૂરીઓ લેવી પડે છે.જેના કારણે નાના વ્યવસાયકારોને ભારે મુશ્કેલી પડે છે. તેવી જ રીતે ઢાબા કે રેસ્ટોરન્ટ ખોલવા માટે ૧૭ જેટલા વિભાગોની મંજૂરી લેવી પડે છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને વિવિધ વિભાગોનો મંજૂરીનો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત રીતે ચીન અને સીંગાપૂર જેવા દેશોમાં રેસ્ટોરન્ટ ખોલવા માટે ફકત ચાર મંજૂરીની જરૂર પડે છે.

ભારતમાં અલગ અલગ શહેરોમાં આ પ્રકારની મંજુરીના નિયમો પણ અલગ અલગ છે. મોદી સરકારે વિશ્ર્વના ટોચના ૫૦ ‘ઈઝ ઈફ ડુંઈંગ’ બિઝનેશ દેશોમાં ભારતને સ્થાન અપાવવા કમર કસી છે. જેના ભાગ રૂપે મંજૂરીની સિંગલ વિન્ડો જેવી સિસ્ટમ અમલી કરણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસીએશન ઓફ ઈન્ડીયાએ રેસ્ટોરન્ટ માલીકો માટેના હાલના નિયમોને ૪૬ નિયમો ગણાવ્યા છે. ઉદાહરણ તરીકે એક શહેરી વિસ્તારમાં રેસ્ટોરન્ટ ખોલવા માટે ૨૪ દસ્તાવેજોની જરૂર પડે છે. જયારે હથીયાર લેવા માટે માત્ર ૧૩ દસ્તાવેજોની જરૂર પડે છે. તેથી જ મોદી સરકારે વિવિધ કાયદાઓ અને નિયમોમાં ફેરફાર કરીને કિરાણા સહિત નાના વેપારીઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

ઉપરાંત ઉદ્યોગો અને છુટક વેપારના પ્રમોશન માટે વિભાગ દ્વારા ‘ઈઝ ઈફ ડુંઈગ બિઝનેશ’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેની વિવિધ લાયસન્સ લેવાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી નાની દુકાનો શરૂ કરવા માટે વ્યવસાયકારોને સરકારી કચેરીઓમાં થતા ધકકા બંધ થશે અને અધિકારીરાજ પણ સમાપ્ત થશે આ તરફ સરકારનું એક સક્રિય પગલુ છે. રાષ્ટ્રીય સ્તરે રેસ્ટોરન્ટ માટે ડીજીટલ રીત અપનાવીને વેપાર કરવાને સરકાર તરફથી સરળતા મળશે રેસ્ટોરન્ટ માટે એક સમાન કોડ ધરાવી છીએ હાલમા અમને ફકત આખો દિવસ ફોટોકોપી મળી રહી છે.

ધ બીયર કાફેના સીઈએ અને એનઆર એઆઈના સ્થાપક પ્રમુખ રાહુલ સીંગે આ અંગે જણાવ્યું હતુકે ફકત દરેક રાજય નહી પરંતુ દરેક શહેર અને મ્યુનિસિપલ સંસ્થાઓ રેસ્ટોરન્ટ માટેના અલગ નિયમો છે. આગની સ્થિતિમાં કેટલીક મંજૂરીઓ જરૂરી છે. તે શહેર પ્રમાણે અલગ હોય શકે છે. પરંતુ રેસ્ટોરન્ટની મંજૂરી માટે પ્રવાસન વિભાગની ભૂમિકા શું છે? તે અમને સમજાતુ નથી તાજેતરમાં વાણિજયઅને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથેની બેઠકમાં ઉદ્યોગ પ્રતિનિધિઓએ આ મુદે ચર્ચા કરી હતી. આ અંગે ગોયલે શકય તેટલા ફેરફારકરવાની ખાત્રી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.