Abtak Media Google News

‘હું એને મારા છેલ્લા શ્ર્વાસ સુધી સાચવીશ’

તાલાલા આગેવાનો સાથે સંકલન કરી દિવ્યાંગ પૌત્રની ચાકરી કરતા દાદીમાની વ્હારે આવવા અપીલ

વેરાવળ સીવીલ હોસ્પિટલમાં દસેક દિવસથી સારવાર લેતા તાલાલા ગીરના દેવીપૂજક પરિવારના વૃધ્ધા શરીરના અનેક અંગોની ખોટ ધરાવતા પુત્રને લઈને સારવાર કરતા હતા અને તે સાજો થઈ જતા તેના જીવન નિરવાહ માટે મદદ માંગતા ફરતા હોય તેવો કિસ્સો ધ્યાનમાં આવતા અનેકના હૃદયમાં અરેરાટી વ્યાપી ગયેલ હતી તેની તમામ વ્યવસ્થા કરી તાલાલા મોકલેલ હતા.

તાલાલા નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતા સામુબેન ધરમશીભાઈ સોલંકી સીવીલ હોસ્પિટલમાં તેમના પૌત્રને લઈ સારવારમાં આવેલ હતા તેને અનેક શરીરરના અંગોની ખોટ હતી તેમ છતા આ વૃધ્ધા દ્વારા તેની સેવા કરાતી હતી. આ ઘટનાની કરૂણતા એ છે કે ત્રણ દિકરાઓ હોવા છતાં આ વૃધ્ધાને જુદુ રહેવું પડે છે.કે તેનું કારણ એ છે કે તેમના પુત્રનોપુત્ર શરીરમાં અનેક અંગોમાં ખોટ ધરાવે છે. તેથી નાનપણથી દાદીને સોપીદીધેલ છે. અને કહેલ છે તારે સાચવવો ત્યાં સુધક્ષ સાચવજે તેમ કહી મા બાપે ત્યજી મૂકયો હતો. વૃધ્ધ દાદી તેની સતત સેવા કરે છે. તેને અંશ્રુભીની આંખે જણાવેલ હતુ કે જીવ છે. ત્યાં સુધી આને કેમ મૂકી શકું જયાં સુધી છે ત્યાં સુધી જીવાડવો પડશે અને હું જીવું છું ત્યાં સુધી સાચવીશ.

તાલાલા વિસ્તારનાં દેવીપૂજક પરિવારની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા સ્વ. રમેશ મસાણી જન સમાજ સેવા સંઘના જેન્તીભાઈ આંજણી, કીરીટભાઈ ચૌહાણ, ગીર સોમનાથ મીડીયા સેન્ટર લોહાણા સમાજના મહામંત્રી દીપકભાઈ કકકડ, સહમંત્રી ચિરાગભાઈ કકકડ, હાડી સમાજના આગેવાન નાનજીભાઈ ચાવડા, ખીમજીભાઈ ચુડાસમા, વાલ્મીકી સમાજના નરોતમભાઈ બેરડીયા દ્વારા તેમને તાલાલા મૂકવાની તેમજ અનાજ કરીયાણુ નાસ્તો રોકડ રકમની વ્યવસ્થા કરી દેવામાં આવેલ હતી. તેમજ તાલાલા વિસ્તારનાં આગેવાનો સાથે સંકલન કરી કાયમી વ્યવસ્થા ગોઠવવા માટે અપીલ કરાયેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.