Abtak Media Google News

પ્રશનલ સેક્રેટરી કૃષ્ણા ચેતન્ય, સરપંચ ગીતાબેન પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ દાનહની બધી જ ગ્રામ પંચાયતો પર આજે દાદરા નગર હવેલી તબીબી અને આરોગ્ય સેવા વિભાગ દ્વારા સ્પર્શ લેપરોસીની લોક જાગૃતિ લાવવા માટે એક વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત સાયલી પંચાયતમાં આજે સવારે ૯.૩૦ કલાકે સાયલી પંચાયત ઓફીસના પ્રાગણમાં સ્પર્શ લેપરોસીની લોકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશનલ સેક્રેટરી કૃષ્ણા ચેતન્ય, સાયલી પંચાયતના સરપંચ ગીતાબેન પટેલ, ઉપ સરપંચ વીજેશ કીન્દ્રી, જીલ્લા પંચાયત સભ્ય વિષ્ણુભાઈ વરઠા, માજી સરપંચ માધુભાઈ પટેલ સાથે અન્ય પંચાયત સભ્ય તેમજ આશાવર્કર તથા ગ્રામલોકોની ઉપસ્થિતિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.