Abtak Media Google News

ગરીબ, મઘ્યમ વર્ગ અને છેવાડાના માનવ બંધુઓને સહાયક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા આ ટ્રસ્ટની કાર્ય પઘ્ધતિને લઇ આયોજકો અબતકની મુલાકાતે

હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ સબ ભાઇ શુભ ઉદ્દેશ્યથી શરુ થયેલ રાઝવી માનવ કલ્યાણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબ, મઘ્યમવર્ગ અને છેવાડાના બંધુઓને ઉપયોગી સહાયક મદદરુપ તેમજ માર્ગદર્શન બની રહે તે રાહે કાર્ય કરી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા છેવાડાના વ્યકિતને પણ અન્ન ની સહાય મળે તે માટે રાશનકીટનું વિતરણ કરવામાં આવનાર છે. આ ઉદ્દેશ્યને લઇ ટ્રસ્ટના કાર્યકરોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ સંસ્થા દ્વારા ગરીબ મઘ્યમવર્ગ માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં બ્લડ ડોનેશન, ગાંડાની મોજ, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને તેમજ તેના સગાવહાલાને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ સાથે જરુરીયાત મંદને દવા, ફુટ, જયુસ વગેરેની મદદ કરી રહી છે.

આ અંગે વધુ જાણકારી આપતા સંસ્થાના માર્ગદર્શક પ્રવિણભાઇ લાખાણીએ કહ્યું કે, રાજકોટ શહેરના અઢારે અઢાર વોર્ડમાં અમારા કેમ્પસ દ્વારા બાર કોડવાળા કાર્ડ ઇસ્યુ કરી અનાજ કરીયાણાની કીટ રાહત દરે આપવામાં આવશે. જેની નોંધણીની ફી ૧૦૦ ‚રૂ અને ૩૦ રૂ સભ્ય ફી રાખવામાં આવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.