રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી

143

 મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. શિવસેનાએ કહ્યું છે કે, જો રાજ્યપાલ આવું કરશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને અહમદ પટેલ સાથે વાતચીત કરી છે. માનવામાં આવે છે કે, કપિલ સિબ્બલ શિવસેના તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી શકે છે.

 

Loading...