Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તા ભાજપા રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી, હંસરાજજી આહિર, ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ્’ ખાતે સંગઠન સંરચના કાર્યશાળા યોજાઈ

અમદાવાદની સોલા-ભાગવત વિદ્યાપીઠના શાસ્ત્રી કૌશીકભાઇ જોષી, શાસ્ત્રી હરેશભાઇ જોષી તથા ૧૫૦ જેટલા ઋષિકુમારો ઉપરાંત યુવા ઉદ્યોગપતિ રવિભાઇ પટેલ ભાજપામાં જોડાયા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણીની અધ્યક્ષતામાં તથા ભાજપા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી. સતીષજી અને કેન્દ્રીય સંરચના સહ અધિકારી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજજી આહિરની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ કોબા, ગાંધીનગર ખાતે સંગઠન સંરચના કાર્યશાળા યોજાઇ હતી, જેમાં ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ કે.સી.પટેલ, ભરતસિંહ પરમાર તથા પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ સંરચના અધિકારી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ સંરચના સહઅધિકારી અને સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા પ્રદેશ સંગઠન પર્વના પ્રદેશ સહ ઇન્ચાર્જ રજનીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વી.સતીષજીએ ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, આજનો યુગ પરિવર્તનનો યુગ છે. આ મોડર્નાઇઝેશન અને ટેકનોલોજીના યુગમાં મનુષ્ય મશીન ન બની જાય તેની કાળજી રાખવી અતિઆવશ્યક છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, પંડિત દીનદયાળ ઉપધ્યાયજીએ એક સુત્ર આપ્યું હતુ કે, હર હાથ કો કામ, હર ખેત કો પાની આ અભિગમ સાથે કેન્દ્રની સરકાર પરિવર્તનને અનુલક્ષીને પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે. જેના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્ર નરેન્દ્રભાઇ મોદી દ્વારા જળશક્તિ મંત્રાલય સ્થાપિત કરવામાં આવ્યુ છે અને સાથે સાથે જનતામાં જળસિંચન અને જળપ્રબંધન માટેની જાગૃતતા કેળવાય તે માટેના આવશ્યક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

7Cfb76D0 0639 437F Bb8F 595A2Ee4Ad18

સતીષજીએ જણાવ્યુ હતુ કે, પરિવર્તન સતત આવતા જ રહે છે અને તે જરૂરી પણ છે. ભાજપાની કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એ અનુચ્છેદ હટાવવાના ઐતિહાસિક નિર્ણય લઇને આદરણીય ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને સરદાર વલ્લભભાઇ પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપી છે. આજે ભાજપા પ્રત્યે દેશની જનતાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વધી રહી છે ત્યારે વૈશ્વિક રાજનીતિમાં ભારત ગ્લોબલ લીડર બન્યું છે. દેશની જનતામાં સરકાર પ્રત્યેનો ભરોસો દ્રઢ બન્યો છે.

હંસરાજ આહીરજીએ સૌને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં ગુજરાત ભાજપાની કાર્યશૈલી હંમેશા સંગઠનની દ્રષ્ટિએ અનુકરણીય રહી છે. સમગ્ર ગુજરાતના ૪૧ જીલ્લાઓના ૫૮૦ મંડલોમાં સદસ્યતા અભિયાનની ગતિશીલતા પ્રસંશનીય છે. તેઓએ જણાવ્યુ હતુ કે, ભાજપા માટે સંગઠન પર્વ એક ઉત્સવ અને તહેવાર સમાન છે. જેમાં પ્રત્યેક કાર્યકર્તા નિષ્ઠાપૂર્વક સહભાગી બને અને જનજન સુધી ભાજપાની વિચારધારાને પ્રસરાવવામાં માધ્યમ બને તે આવશ્યક છે.

34B79086 21A8 44B4 Adb1 40Fde3B48F01

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ તેમના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વના સંદર્ભમાં સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ઉત્સાહવર્ધક પરિણામો મળી રહ્યા છે. આ માટે તેઓએ સંગઠન પર્વમાં સંમ્મિલિત ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની ટીમ ભાજપા અવિરતપણે કામગીરી કરી રહી છે અને સમગ્ર સંગઠન સંરચના સંપૂર્ણપણે લોકશાહીઢબે પરિપૂર્ણ થાય તે માટે કટિબધ્ધ છે.

ભાજપાની સંરચના કાર્યશાળાના પ્રારંભિક પ્રવચનમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વ અને સંરચનાની પ્રક્રિયા દરમ્યાન યુવાનો, મહિલાઓ, સીનીયર સીટીઝન સહિત સમાજના તમામ વર્ગો આ પ્રક્રિયામાં સંમિલીત થાય અને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તે બાબતે વિશેષ ધ્યાન આપવું જોઇએ. સંગઠન પ્રત્યે કાર્યકર્તાઓની સમર્પિતતા જ સંગઠનનું મુખ્ય ચાલકબળ છે. આ કાર્યકર્તાઓના માધ્યમથી જ સરકારની પ્રજાલક્ષી અને લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે છે. ભાજપાનું અંતિમ લક્ષ્ય વંચિતો અને છેવાડાના માનવી સુધી તમામ પાયાગત સુવિધાઓ પહોચાડવાનું રહ્યુ છે. આ સંગઠન પર્વ અને સંરચનાની પ્રક્રિયામાં જોડાતા દરેક કાર્યકર્તા આ ઉદ્દેશ્ય માટે શ્રેષ્ઠ યોગદાન આપશે ત્યારે આ સંગઠન પર્વનો હેતુ યથાર્થ બનશે.  આ કાર્યશાળામાં ભાજપાના પ્રદેશ હોદ્દેદારો, તમામ મોરચાના ભાજપાના પ્રદેશ પ્રમુખો, સંગઠન પર્વના ઝોન તેમજ જીલ્લા/મહાનગરના ઇન્ચાર્જ, જીલ્લા/મહાનગરના પ્રભારી, જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રી તથા પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ જીલ્લા/મહાનગરના સંરચના અધિકારી અને સહઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

830A4B41 D19C 45B1 93Ce 8Bab69D66244

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે અમદાવાદ સ્થિત સોલા-ભાગવત વિદ્યાપીઠના શાસ્ત્રી કૌશીકભાઇ જોષી, શાસ્ત્રી હરેશભાઇ જોષી તથા ભાગવત વિદ્યાપીઠના ૧૫૦ જેટલા ઋષિકુમારો ઉપરાંત યુવા ઉદ્યોગપતિ શ્રી રવિભાઇ પટેલ ભાજપામાં જોડાયા હતા.

Cd04Ecdc Aa6A 4Df0 86Bf 92Dee76B17Fc

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ અમદાવાદ ખાતે આવેલ સોલા-ભાગવત વિદ્યાપીઠના કૌશીકભાઇ જોષી, હરેશભાઇ જોષી, ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો તથા યુવા ઉદ્યોગપતિ રવિભાઇ પટેલને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત ભાજપામાં આવકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.