Abtak Media Google News

અત્યાર સુધી સંરક્ષણના સાધનોના ઉત્પાદનનું લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જટીલ હતી જે સરળ બનાવાતા સૌરાષ્ટ્રને ફાયદો થશે

સંરક્ષણના સાધનોના સહેલાઇથી ઉત્પાદન માટે સરકાર હવે લાયસન્સ આપશે. ઉલ્લેખનીય છે કે, હવેથી સુરક્ષાના સાધનો આસાનીથી બનાવી શકાશે. કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય ટેન્ક, ફાઇટર પ્લેન, વોરશીપ અને અન્ય સાધનોના ઉત્પાદન માટે સરળતાથી લાયસન્સ આપશે. જોકે, આમાં ટર્મસ એન્ડ ક્ધડીશન્સ રાખવામાં આવી છે. યોગ્ય અને લાયક મેન્યુફેક્ચરરને જ આ પ્રકારનું લાયસન્સ આપવામાં આવશે. કેમકે, આની સાથે દેશની સુરક્ષા સંકળાયેલી છે.

કેન્દ્ર સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય તેમજ માનવ સંશાધન વિકાસ મંત્રાલય સાથે મળીને આ બારામાં નીતિ ઘડી રહ્યું છે. તેમના નવા એજન્ડા મુજબ દેશના વિવિધ ભાગમાં રહેલા ઉત્પાદનકારો સંરક્ષણને લગતા સાધનો બનાવીને સપ્લાય કરી શકે તે માટે તેમને લાયસન્સ આપવાની પ્રક્રિયા ખુબજ સરળ બનાવી દેવાશે. આ રીતે મોદી સરકારના મેક ઇન ઇન્ડિયા મિશનને પણ બળ મળી રહેશે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉદ્યોગોનું હબ ગણવામાં આવે છે. હવે આ જટીલ પ્રક્રિયા સરળ બનતા સૌરાષ્ટ્રના ઉદ્યોગને પણ ફાયદો થશે. રાજકોટમાં ઓઇલ એન્જીન સહિત ઘણી મશીનરી બને છે. જેનું ઘરઆંગણે અને દરિયાપાર ખુબ મોટુ માર્કેટ છે. હવે વેપાર અને ઉદ્યોગ મંત્રાલય સંરક્ષણને લગતા સાધનો ઉત્પાદન કરવા માટેની નીતિ તેમજ લાયસન્સ આપવા માટેની પ્રક્રિયા સરળ બનાવી આપતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગને ફાયદો થશે તેમાં બેમત નથી.

કેન્દ્ર સરકારના મંત્રાલયની નીતિ મુજબ ચોક્કસ લાયકાત ધરાવતા ઉદ્યોગકારોને જ લાયસન્સ આપવાનું નક્કી કર્યુ છે. કેમકે, સંરક્ષણના સાધનો સાથે દેશની સુરક્ષા જોડાયેલી છે. આથી મંત્રાલયનું સુપરવિઝન અને ક્ધટ્રોલ ડિપાર્ટમેન્ટ સંરક્ષણના સાધનોની ગુણવત્તા ઉપર નજર રાખશે. સાધનોની ચકાસણી કરશે અને તેનું વિશ્ર્લેષણ કરીને રિપોર્ટ તૈયાર કરશે. જ‚ર પડ્યે લાયસન્સ રદ કરવાની પણ સત્તા તેમની પાસે અબાધિત રહેશે.  મંત્રાલયે આ માટે ખાસ ડીઆઇપીપી કમીટીનું ગઠન કર્યુ છે. આ કમીટી સુરક્ષા સાધનોની ગુણવત્તા ઉપર નજર રાખશે. ખાનગી ઉત્પાદકો ડીઆઇપીપી હેઠળ સુરક્ષા સાધનો ઉત્પાદન કરવા માટે લાયસન્સની અરજી મોકલી શકશે.

છેલ્લા ત્રણ વર્ષમાં ગૃહ મંત્રાલય પાસે ૩,૩૦૦ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ આવી છે. મંત્રાલયે સિક્યુરીટી ક્લીયરન્સ આપતા ખાનગી ઉત્પાદકો દ્વારા ગૃહ મંત્રાલયને આ અરજીઓ મળી હતી.

ડીઆઇપીપી કમીટીએ સુરક્ષા સાધનોના ઉત્પાદનનું લાયસન્સ આપવા માટે કુલ ૧૫ પેરામીટર નક્કી કર્યા છે. જેમાં પાસ થનાર ઉત્પાદકોને જ સુરક્ષા સાધનો ઉત્પાદન કરવાનું લાયસન્સ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.