Abtak Media Google News

ટુરીઝમ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે: સરકારની રેવન્યુ વધશે અને રોજગારીની તકો પણ ઉભી થશે

ટુરીઝમ દ્વારા વિકાસ કરવા સરકાર ૫ એકસલુઝીવ ટુરીઝમ ઝોન બનાવશે તેવી ઘોષણા કરવામાં આવી છે. આ તમામ ટુરીઝમ ઝોન પબ્લિક અને પ્રાઈવેટ પાર્ટનરશીપથી બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટને નીતિ આયોગે (પોલીસી કમિશન) ‘આગળ વર્ધા’નું ગ્રીન સિગ્નલ આપ્યું છે. અહી ખાસ ઉલ્લેખનીય છે કે ટુરીઝમ ઝોનના વિકાસથી વિદેશી પર્યટકોને આકર્ષી શકાશે જેના થકી પર્યટન ઉદ્યોગનો વિકાસ થશે અને સરકારની રેવન્યૂમાં વધારો થવા ઉપરાંત રોજગારીની તકોમાં પણ વધારો થશે. આ સિવાય કેન્દ્ર સરકાર પાસે વિવિધ રાજયો માટે ઘણી વિકાસ યોજનાઓ પ્રસ્તાત છે. હજુ તાજેતરમાં જ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેકટ ઉપરાંત ઘણા એવા મહત્વાકાંક્ષી પ્રોજેકટની શ‚આત થઈ ચૂકી છે. ફરી ટુરીઝમ ઝોનની વાત કરીએ તો રેકિંગના હિસાબે દેશના પાંચ રાજયોમાં આ એકસલુઝીવ ટુરીઝમ ઝોન બનશે. આ સિવાય ૧૦૦૦ એકર જમીન ફાળવી શકતી અને ખાનગી પાર્ટીઓને સાથે લઈને ટુરીઝમ ઝોનનો વિકાસ કરવા સક્ષમ રાજયોને પ્રાધાન્ય અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.