Abtak Media Google News

ભાવો તળીયે જતા છેલ્લા દોઢ માસમાં ડુંગળી વેંચનારા ખેડુતોને રાજય સરકાર આર્થીક સહાય કરશે યોજનાનો લાભ લેવા ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ: પમી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

કેન્દ્રની મોદી સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. જેના ભાગરુપે રાજય સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદકોમાં ટેકાના ભાવો આપીને ખેડુતોને સહાય કરવામાં આવી રહી છે.

તાજેતરમાં વિપુલ ઉત્પાદન થતા ડુંગળીના ભાવો ગગડીને તળીયે ગયા હતા. જેથી, રાજય સરકારે છેલ્લા દોઢ મહિનામાં ડુંગળી વેંચનારા ખેડુતોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના માકેટીંગ યાર્ડોમાં ખેડુતોની ઓનલાઇન અરજી ભરવાની કામગીરીનો પ્રારંભ થયો છે.

તાજેતરમાં ડુંગળીનું વિપુલ ઉત્પાદન થતા ડુંગળીના ભાવો સાવ તળીયે ગયા હતા. ભાવો તળીયે જતા ખેડુતોને યાર્ડમાં ડુંગળી લઇ જવાનો ખર્ચ પણ માથે પડવા પામ્યો હતો. જેથી રાજય સરકારે વિવિધ ખેત ઉત્પાદનોની જેમ ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડુતોને આર્થિક મદદ કરવાની યોજના બનાવી છે. જેમાં ર૦ હજાર કિલો ડુંગળી વેંચનારા ખેડુતોને ર૦ હજાર રૂપિયાની સહાય કરવામાં આવનારી છે. આ યોજના હેઠળ હજાર ખેડુતોને આર્થિક સહાય કરવામાં આવનારી છે.

આ યોજનાનો લાભ લેવા ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માકેટીંગ યાર્ડોમાં ઓનલાઇન ફોર્મ ભરવાની આ પ્રક્રિયા પાંચમી એપ્રિલ સુીધ ચાલનારી છે. જેમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવનારા છે. જે માટે ખેડુતોએ ડુંગળીનું વાવેતર કર્યાનો આધાર, તેનું વેંચાણ કર્યાના પુરાવા, ઉપરાંત આધાર કાર્ડ, બેન્કની વિગત સહીતની વિગતો ઓનલાઇન ફોર્મમમાં આપવાની રહેશે રાજય સરકાર દ્વારા આપનારી આર્થિક સહાય સીઘ્ધી જ ખેડુતના ખાતામાં જમા થનારી છે. આ યોજનાનો છેલ્લા દોઢ માસમાં ડુંગળી વેંચનારા ખેડુતોને મળનારો છે. સામાન્ય રીતે મહુવા, ગોંડલ, રાજકોટ, ભાવનગર પંથકમાં ડુંગળીનું વાવેતર વધારે કરવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજયભરના ખેડુતોને મળે તે માટે રાજયભરના માકેટીંગ યાર્ડોમાં સરકારી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.