Abtak Media Google News

ગુજરાતમાં થોડા સમયથી કાયદાની ચુસ્તતા સુદ્રઢ બનાવવામાટે સરકાર ઘણા પ્રયાસો હાથ ધર્યા છે અને તેના માટે ઘણી ખરી મહેનત પણ કરી છે જેના ભાગરૂપે રાજ્યમાં સૌ પ્રથમ વાર સીધી ભરતીથી નિમણૂંક પામેલા ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને આજે નિમણૂંકના આદેશો કરાયો હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યુ છે કે સીધી ભરતીથી પસંદ પામેલા આ ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂંક કરાઇ છે. જેમાં બિન અનામત સામાન્ય વર્ગ, સામાન્ય શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ વર્ગ, અનુસૂચિત જન જાતિ વર્ગ એમ તમામ વર્ગમાં પુરૂષ તથા મહિલા ઉમેદવારોની પસંદગી કરીને આજે તેઓને નિમણૂંકના હુકમો કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.