Abtak Media Google News

ટેકસ કલેકશનના ટાર્ગેટ પુરા કરવાની સાથો સાથ વિખવાદમાં ફસાયેલી આવકને છુટી કરવા સરકાર પ્રયાસ કરશે

આગામી કેન્દ્રીય બજેટમાં વિવિધ યોજનાઓ થકી વધુને વધુ કરવેરો મેળવવા માટે સરકારે તૈયારી કરી છે. પડતર કેસો અને માફી યોજના દ્વારા ૨ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ એકઠુ કરવાની નેમ સરકારની છે. ‘સબકા વિકાસ’ સ્કીમ દ્વારા સરકાર આગામી સમયમાં જે કરદાતાઓના ડિસ્પ્યુટ એટલે કે વિખવાદ ઉચ્ચ સ્તર પર ચાલી રહ્યાં છે તેમની પાસેથી  રૂા.૨ લાખ કરોડ જેટલી રકમ પરત મેળવવાની વ્યવસ કરી રહ્યું છે.

લાંબા સમયી કોર્પોરેટ અને ઈન્ડિવિઝ્યુઅલ સંસઓ ટેકસના મુદ્દે કોર્ટમાં જાય છે. આ ડિસ્પ્યુટ કોર્ટમાં લાંબા સમય સુધી ચાલે છે પરિણામે સમય અને સંપતિનો વેડફાટ જોવા મળે છે. આ સમયના બગાડના કારણે સરકારનો ટેકસ કલેકશનનો ટાર્ગેટ પણ બગડે છે. આવી સ્થિતિમાં સરકાર સબકા વિકાસ સ્કીમ લઈ આવી છે. આ સ્કીમના માધ્યમી સરકારને કલેકશન મામલે કોર્ટમાં યેલા વિખવાદની રકમ સરળતાી મળશે તેવું ફલીત થઈ રહ્યું છે.

7537D2F3 17

સરકારે અત્યાર સુધીમાં ૩૫ હજાર કરોડનો ટાર્ગેટ વસુલવાની તૈયારી રાખી હતી. જો કે, આ બાબતે હજુ વધુ પ્રમાણમાં ધ્યાન આપવામાં આવશે તો પડતર કેસો અને માફી યોજના કી સરકારને રૂા.૧.૮૯ લાખ કરોડની વધુ આવક થાય તેવી આશા વ્યકત કરવામાં આવી છે. સરકારને અત્યાર સુધીમાં સબકા વિકાસ  યોજના હેઠળ વિવિધ લાખો અરજીઓ મળી હતી. તમામ અરજીઓમાં સમાધાન કરીને તેનો યોગ્ય નિકાલ લાવવા માટે સરકારે અધિકારીઓને હાકલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં નોંધનીય છે કે, રૂા.૫ લાખ કરોડ જેટલી રકમના ડિસ્પ્યુટ પેન્ડીંગ છે. આ ડિસ્પ્યુટને તુરંત અંત લાવવા માટે સરકારે ખાસ સબકા વિકાસ યોજના શરૂ કરી હતી. અગાઉ આ પ્રકારની યોજના હતી નહીં. પરિણામે સરકાર અને કરદાતાઓ વચ્ચેના ડિસ્પ્યુટ લાંબા સમય સુધી ચાલતા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, સરકાર બજારમાં તરલતા લાવવા માટે ઘણા સમયી પ્રયત્નશીલ છે. પરંતુ તાજેતરમાં સરકારે કોર્પોરેટ ટેકસ સહિતના મુદ્દે આપેલી રાહતના કારણે સરકારની કરવેરાની આવકમાં ગાબડુ પડ્યું હોવાનું સામે આવ્યું હતું. આવી સ્થિતિમાં સરકારને આ ગાબડુ પુરવાની ફરજ પડી છે. તિજોરીમાં વધુને વધુ રૂપિયા ઠલવાય તે માટેના પ્રયાસ સરકાર કરવા જઈ રહી છે. પડતર કેસોના કારણે લાંબા સમયી સરકારના લાખો, કરોડો રૂપિયાની આવક સલવાઈ ગઈ છે. આ આવક મેળવવા માટે સરકારે વિવિધ સોર્સ તરફ પણ નજર દોડાવી હોવાનું જાણવા મળે છે.

  • ‘સબકા વિકાસ’ સ્કીમ હેઠળ કરદાતાઓએ ૩૯,૫૦૦ કરોડથી પણ વધુ રકમ ભરી

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરીકન ડોલરનું  કદ આપવા વડાપ્રધાન નરેન્દ્રમોદીના સંકલ્પને સિદ્ધ કરવા માટે એક પછી એક પગલાં આ લેવાય રહ્યા છે.સમૃદ્ધ થવુ હોયો તો ખર્ચ પણ કરવો જોઈએ  વિકાસ માટે હાથ ધુડો રાખવો જોઈએ સરકારના આતિગમની સબકા વિશ્ર્વાસ યોજના માટે ૩૯૫૦૦ કરોડની  ધનરાશી ફાળવે તેવી અપેક્ષા સેવાય રહી છે.સુત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ એકસાઈઝ સવિસટેક્ષ અને વિવિધ યોજનાઓના વિવાદોના ઉકેલ  અને સમાધાનો માટેની સબકા વિશ્ર્વાસ યોજના ને વ્યાપક પ્રમાણમાં અસરકારક રીતે ફળદાયી બનાવવા સરકારે ચક્રોગતિમાન  કર્યોે છે.સબકા વિશ્ર્વાસ યોજના સરકારની મહેસુલી ખાદ્યને દુર કરવા અને ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેક્ષની આવક વધારવા ફળદાયી બનશે.૧૫મી જાન્યુઆરી સુધીમાં  ૧.૯૦ લાખ અરજદારો એ ૯૦ હજાર કરોડ રૂ.નું ચુકવણું  કર્યુ છે.સી.બી.આઈ.સી. દ્વારા સબકા વિશ્ર્વાસ યોજના  અંતર્ગત ભરવા પાત્ર કરની ૩૯.૯૧ કરોડ, ૨૪.૭૭૦.૬૯ કરોડ ચિડિપોઝીટ અને ૧૪.૮૨૧.૩૦ કરોડની વર્તમાન ભરવાપાત્ર રકમના વ્યવહાર વચ્ચે ૧.૮૫૫.૧૦ લોકોએ પોતાની રકમ કયારની ભરી દીધી છે કુલ ૧.૮૯,૨૧૫ અરજદારોએ સબકા વિશ્ર્વાસ યોજના  અંતર્ગત ૮૯૮૨૩.૩૨ કરોડ ભરી દીધા છે.સરાકારે  ૧ સપ્ટેમ્બર ૨૦૧૯થ વન રાઈમ સેટલમેન્ટ સબકા વિશ્ર્વાસ યોજના અંતગર્ત લેણી રકમ ઉપર કોઈ પણ  પ્રકારના ડયુ વગર  રકમ ચુકતે કરવાનો  પ્રર્વધાન શરૂ કરી કરદાતાઓ માટે રાહતના દરવાજા ખોલ્યાં હતા.

  • બજેટ સત્રનો પ્રારંભ : આવતીકાલે બજેટ

આજી સંસદમાં બજેટ સત્રનો પ્રારંભ ઈ ચૂકયો છે. આવતીકાલે તા.૧લી ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમન સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કરશે. વર્તમાન સમયે નાગરિક સંશોધન કાયદા સહિતના મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યાં છે ત્યારે ચાલુ વર્ષનું બજેટ ઘણા મુદ્દા બજેટ સત્રમાં કુલ ૩૯ બેઠક છે. સત્ર ૩ એપ્રિલ સુધી ચાલવાનું છે. બજેટનું પહેલુ ચરણ ૩૧ જાન્યુઆરીી લઈ ૧૧ ફેબ્રુઆરી વચ્ચે અને બીજી ચરણ ૨ માર્ચી ૩ એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન સરકાર ૪૫ બીલ પારીત કરશે. જેમાં બે અધ્યાદેશનો પણ સમાવેશ ાય છે. આ બજેટમાં ડેટા પ્રોટેકસન બીલ સહિતના બીલ પસાર કરવામાં આવશે. આગામી બજેટ રોજગારી, મુડી રોકાણ અને કરવેરાને કેન્દ્ર સને રાખીને જાહેર થશે.પાંચ વર્ષમાં જવેલરી નિકાસ બમણી કરી ૫.૫૦ લાખ કરોડનું કિંમતી વિદેશી હુંડિયામણ લાવવાની નેમ

આગામી બજેટમાં રાજકોટ સહિત ગુજરાતમાં ફેલાયેલા જવેલરીના બિઝનેશને ફાયદો ાય તેવી જાહેરાત થશે તેવી આશા વ્યકત થઈ રહી છે. જે દરમિયાન સરકાર આગામી ૫ વર્ષમાં જવેલરીની નિકાસ બમણી કરી રૂા.૫.૫૦ લાખ કરોડનું કિંમતી હુડીયામણ લાવવાની તૈયારીમાં હોય તેવું જાણવા મળે છે. વર્તમાન સમયે જવેલરીની નિકાસ ૪૦ બીલીયન ડોલરની છે. જે બે ગણી વધારીને ૮૦ બીલીયન ડોલર કરવાની ઈચ્છા સરકારની છે. આ સેકટરના કારણે આગામી વર્ષમાં ૫૦ લાખ લોકોને રોજગારીની તક મળશે તેવું પણ માનવામાં આવે છે. ટૂંક સમયમાં કોમન ફેસેલીટી સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. જેનાથી જવેલરીની નિકાસ મુદ્દે સરકારને કેટલીક રાહત મળશે તેવું જણાય રહ્યું છે. વર્તમાન સમયે ગુજરાત એટલે કે ખાસ કરીને રાજકોટમાં જવેલરી સેકટરનો વિકાસ ઝડપી ઈ રહ્યો છે. નિકાસ માટે સરકાર દ્વારા પ્રોત્સાહનો આપવામાં આવશે તો રાજકોટની જવેલરી બજાર માટે અઢળક ફાયદો થઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આવતીકાલે કેન્દ્રીય બજેટ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે આગામી ૫ જેટલા વર્ષોમાં જવેલરીની નિકાસને બમણી એટલે કે, ૪૦ બીલીયન ડોલરી વધારી ૮૦ બીલીયન કરી રૂા.૫.૫૦ લાખ કરોડનું કિંમતી વિદેશી હુંડીયામણ ભારતમાં ઠલવવાની નેમ સરકારની હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.