Abtak Media Google News

ગરીબોને એલપીજી કનેકશન માટેની ઉજાલા યોજનામાં સરકારે મોટી રકમ જમા કરાવી

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કોરોનાના સંક્રમણથી દેશના ૧૩૦ કરોડ નાગરીકોને બચાવવા માટે જનતા કફર્યુથી લઇને લોકડાઉન સુધીના ર૧ દિવસથી વધુના સમયગાળા દરમિયાન અટકી પડેલા ધંધા રોજગારની પરિસ્થિતિ વચ્ચે ગરીબ અને મઘ્યમવર્ગના લોકોને સહાયભૂત થયા માટે સરકારે મહિલાઓના જનધન ખાતાઓમાં ૩૦ હજાર કરોડ રૂપિયા ઉપરાંત ૮ કરોડ ગરીબોને એલપીજી કનેકશન માટેની ઉજાલા યોજનામાં સરકારે જમા કરવીને સૌથી મોટું ટ્રોજેકશન હાથ ધરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં પી.એમ. જનધન યોજનામાં જોડાયેલા ૪ કરોડ મહિલા જનધન ખાતાઓમાં સરકાર દ્વારા રૂા ૫૦૦ ની રકમ જમા કરાવી તમામ ખાતાઓ ને રીએકટીવેટ કરાવીને કોઇપણ લાભાર્થી બાકી ન રહે તેવી કવાયત હાથ ધરી છે. આ સામુહિક કવાયતના માઘ્યમથી છેવાડાના ખાતેદારો સુધી આ લાભ પહોચાડવામાં આવશે સરકારની આ જાહેરાતના પગલે હજારોની સંખ્યામાં ખાતાધારકોએ બેંક શાખાઓની મુલાકાત લઇ નજીકના એટીએમના સંપર્ક કર્યો હતો. દરેક ખાતામાં ૯મી એપ્રિલ સુધીમાં પૈસા જમા થઇ જશે.

બેંકોએ ખાતામાંથી પૈસા ઉપાડવાની તમામ વ્યવસ્થાઓ પુરી કરી લીધી છે કેટલીક શાખાઓમાં આ પરિસ્થિતિને લઇને કામગીરીનું ભરણ વધી જવા પામ્યું છે. અને માસિક પેન્શનરો મહિનાના પગારના ઉપાડ માટે આવતા હોવાથી  મહિલા જનધન ખાતેદારો અને પેન્શનરોની ભીડ કેટલીક શાખાઓમાં ભેગી થઇ જાય એવી સ્થિતિ ઉભી થઇ છે. આજ રીતે મહિલાઓને એપ્રિલ મહિનામાં ગેસના ૩ બાટલા વિનામૂલ્યે ખરીદવાની યોજના માટે પણ બેંકમાં નાણા જમા કરાવવાની ૪થી મે થી લઇ જુન મહીનાના સુધી પૈસા જમા કરાવવામાં આવશે જેનાથી લાભાર્થીઓ ૧.૭ લાખ કરોડના ગરીબો માટેના રાહત પેકેજ અંતર્ગત એલપીજી સીલીન્ડર ખરીદવાનું સરકારે પ્રયોજન કર્યુ છે. ૩ મહિના માટે વિનામૂલ્યે ઉજવાલાના ગ્રાહકોને વૈકિલ્પ ધોરણે નિયમીત ૧૪.૨ કિલો અથવા તો પ કિલોના ૮ બાટલાઓ જે છોટા  તરીકે ઓળખાય છે તે આપવામાં આવશે.

સરકારે ઉજજવલાને સામાજીક પરિવર્તનના ચક્ર (પૈડા) તરીકે લોન્ચ કર્યુ છે અને તેની સાથે સાથે આ યોજનાને કોરોના વાયરસ સામેના યુઘ્ધમાં અસરકારક શસ્ત્ર તરીકે મેદાનમાં ઉતાર્યુ છે.

તેલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સામાજીક કાર્યક્રરો અને જમીની નેતાઓને આ યોજનાના અસરકાકર અમલ માટે હિમાયત કરીને ૭૦૦ જીલ્લામાં નિમાયેલા નોડલ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સીંગથી સુચનાઓ આપી હતી.

જે ઉજજવલા ગ્રાહકોએ જૂન મહિના સુધીમાં ૩ બાટલાઓ ખરીદયા ન હોય તે માર્ચ-૨૦૨૧ સુધીમાં ગમે ત્યારે ગેસ માટે પૈસા વાપરી શકશે. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઇન્ડિયન ઓઇ, એચપીસીએ અને બીસીએલ કંપનીઓના અધિકારીઓ સાથે ચર્ચા કરી ને ઉજજવલા ગ્રાહકોને એલપીજી સિલીન્ડર આપવામાં ત્રણેય સરકારી કંપનીઓના નિયમિત વપરાશકારોને કોઇપણ પ્રકારની અસર થવી ન જોઇએ દેશના વપરાશકારોના ૧૫ ટકા એટલે કે રોજના ૬૦ લાખ બાટલાઓ આ કંપનીઓ દ્વારા વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.