Abtak Media Google News

સરકાર ચોપડે ‘મૃત્યુ’ પામેલી મહિલા પોતાને ‘જીવીત’ સાબિત કરવા બે વર્ષથી મથે છે

સરકાર ચોપડે ‘ભૂત’ બનેલી એક મહિલા પોતાને જીવીત સાબિત કરવા છેલ્લા બે વર્ષથી સરકારી કચેરીઓનાં ધકકા ખાઈ રહી છે.

જોલી એલએલબી-૨ ફિલ્મના દ્રશ્યમા એક શખ્સને સરકારી ચોપડે મૃત જાહેર કરાયેલ હોવાથી તે પોતાને જીવતો સાબીત કરવા સરકારી કચેરીઓનાં ધકકા ખાતો જોવા મળે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના રતલામ શહેરમાં બન્યો છે. જેમાં સરકારી ચોપડે મૃત બનેલી મહિલા પોતાને ‘જીવીત’ સાબિત કરવા સરકારી કચેરીઓનાં ધકકા ખાઈ રહી છે. છતા સત્તાધીશો દાદ દેતા નથી.

વાત એવી છે કે બે વર્ષ પહેલા રતલામના ખાતીપૂરાની મહિલા રેખાના પતિનું મોત થયુ હતુ બાદમાં પીડિત મહિલા જયારે વિધવા પેન્શન મેળવવ અરજી કરવા નગર નિગમની કચેરીએ પહોચી તો ત્યાંના સરકારી દસ્તાવેજોમાં જાણવા મળ્યું કેપતિ સાથે તેને પણ મૃત જાહેર કરાઈ છે.

વિધવા પેન્શન મેળવવા માટે છેલ્લા બે વર્ષથી પોતાને ‘જીવીત’ સાબિત કરવા સરકારી કાગળો સરખા કરાવવા અલગ અલગ કચેરી અલગ અલગ અધિકારીઓની મુલાકાત લઈ રહી છે. પણ તેનું કામ થતુ નહોય થાકી ગઈ છે.

કયાંયથી મદદ નહી મળતા રેખાએ જિલ્લા અધિકારી સમક્ષ લોક દરબારમાં પોતાની ફરિયાદ કરતા જવાબદાર અધિકારીઓએ તેના સરકારી કાગળોમાં ‘જીવીત’ કરવા અને કાગળો યોગ્ય કરવા ૧૫ દિવસનો સમય માંગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.