Abtak Media Google News

કોરોનાને કારણ દેશમાં ર૧ દિવસના લોકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થઇ જતા લોકોની મુશ્કેલી વધી છે. ત્યારે સરકારે પ્રોવિડન્ટ ફંડના નિયમોમાં કેટલાંક ફેરફાર કરી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. હાલથી આર્થિક મુશ્કેલીમાં લોકો પોતાના પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી પોતાના ફાળાની રકમના ૭૫ ટકા અથવા પોતાના મૂળ પગાર અને મોંધવારી ભથ્થા મળી ત્રણ માસનો પગાર ઉપાડી શકશે. આ રકમ તેને ઉપાડી તરીકે આપવાની હોવાથી તેને પરત કરવાની નથી.

શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇપીએફનો આ સુધારો ર૮ માર્ચથી અમલી બનાવી દેવાયો છે. આ અંગેની સુચનાઓ પ્રાદેશિક ઇપીએફ કચેરીઓને મોકલી દેવામાં આવી છે તેમ શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું.

અત્રે એ યાદ આપીએ કે આ અગાઉ સરકારે લોકડાઉનના પગલે કર્મચારીઓના પી.એફ ફાળા તથા માલિકના ત્રણ માસના ફાળાની રકમ સરકારે આપવાની જાહેરાત કરી છે.

કેવી રીતે ઓનલાઇન ફંડ ઉપાડી શકાશે?

પ્રથમ જે તે ઇપીએફ ખાતા ધારકે ઇપીએફના મેમ્બર પોર્ટલ પર લોગ ઇન થવું પડશે. ખાતા ધારક પોતાના ખાતામાં પડેલા રકમમાંથી પોતાના હિસ્સાની ૭૫ ટકા રકમ અથવા ત્રણ માસના પોતાના મુળ પગાર અને મોંધવારી જેટલી રકમ બેમાંથી જે ઓછું હશે તેટલા રકમ ઉપાડી શકાશે.

એકવાર લોગ ઇન થયા બાદ ખાતા ધારકો ઓન લાઇન સેવામાં જઇ કલેઇમ ફોર્મ નં.૩૧ ભરવું પડશે. બાદમાં ખાતા ધારકે પોતાના પી.એફ. ખાતા સાથે જોડાયેલા બેંક ખાતાના છેલ્લા ચાર આંક લખી પ્રોસીડ કરી આગળ વઘ્યાનું રહેશે.

બાદમાં ખાતા ધારકો ઉપાડ ફોર્મ તરફ લઇ જવાશે બીજા રેજ પરમાં પી.એફ એડવાન્સ ફોર્મ (ફોર્મ ૩૧) ભરવું પડશે.

બાદમાં ખાતાધારકો ઉપાડ પર જઇ કલાક કરવું પડશે જેમાં કોરોના એપિડેમિક (કોવિંદ-૧૯) હશે તેને પસંદ કરવાનું રહેશે.

પછી ઇપીએફ ખાતા ધારકે પોતાના લીંક બેંક  ખાતાની ચેક બુકની એક કોપીનો ફોટો ચોટેલ કરવાનો રહેશે અને પોતે ઉપાડ કરવા સહમત છે તેમ જણાવી  આગળ વધવાનું રહેશે. આથી તેને આધાર નંબર ચેક કરવા માટે ઓટીપી આવશે જે તેણે આપવાનો રહેશે આ રીતે અરજી કર્યાના ત્રણ દિવસમાં જે તે ખાતા ધારકના બેંક ખાતામાં નાણા જમા થઇ જશે તેમ ઇપીએફની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.