Abtak Media Google News

ઉધોગોને ધમધમતા કરવા નવા નીતિ-નિયમો બનાવવા સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળનું સુચન

લોકડાઉનમાં વિશેષ છુટછાટ મળ્યા બાદ વેપાર-ઉધોગ શ‚રૂ’ તો થયા પરંતુ ઉધોગોને ધમધમતા કરવામાં અનેક સમસ્યાઓ નડી રહી છે જેના સમાધાન માટે સરકાર અને સંગઠનોએ સંયુકત યોજના બનાવવી જોઈએ તેમ સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળનાં પ્રમુખ પરાગ તેજુરાએ યાદીમાં જણાવ્યું છે.

વધુમાં જણાવ્યા મુજબ લગભગ ૨૦ લાખ શ્રમિકો હતા અને હવે જો ફરીથી એમને લાવીએ તો એક નક્કર યોજના બનાવવી પડે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે અમારા શ્રમિકોને અમારી પરમિશન અને શરતો પ્રમાણે લઇ જઈ શકાશે. શું હશે આ શરતો? આપણા માટે એ શરતોનું પાલન શક્ય હશે? વારંવાર શ્રમિકો ની સમશ્યા સર્જાય છે ત્યારે અહીંયા કામ કરવા આવતા લોકોની સગવડતા, સલામતી અને શ્રમિક કોલોની સહિત અનેક મુદ્દાઓ ધ્યાન માં રાખી શ્રમિક – ઉદ્યોગ બંને નું હિત સચવાય તેવી નીતિ બનાવવી જરૂરી બની ગયું છે. કોરોના ની મહામારી વેપાર ઉદ્યોગ અને સામાજિક જીવન માં આમુલ પરિવર્તનો લાવશે ત્યારે અન્ય જે મુદ્દાઓ ઉપસ્થિત થયા છે તે જોઈએ તો સોશિઅલ ડિસ્ટર્ન્સિંગ સાથે ઉદ્યોગ ઉત્પાદન કેમ કરશે? વેપાર કેમ કરવો?  અને સામાજિક વ્યવસ્થા કેમ ગોઠવવી? નવી ગોઠવણ માં અનેક વેપાર ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને તકલીફ પડશે તો અનેક નવી તકો પણ આવશે એ માટે સરકાર અને સંગઠનોએ વિચાર વિમર્શ કરવાની જરૂર છે. ઉધાર આપેલ માલનું પેમેન્ટના આવે તે માટે સરકારે કોઈ યોજના બનાવવી જોઈએ જેથી પૈસા ડુબાડવાની પ્રવૃત્તિ જોરના પકડે, આના માટે જીએસટી નંબર રદ કરી ડિફોલ્ટર જાહેર કરવાનો નિયમ બનાવવો જોઈએ જેથી આવી પ્રવૃતિઓ પર અંકુશ આવે.

વેપાર ઉદ્યોગને તાત્કાલિક અસરથી બેંકો તરફથી રોકડ વધારાની લોન તરીકે મેળવી જોઈએ જે પણ લાંબી પ્રક્રિયા વગર અને ઝડપથી. બિઝનેસ માટે આવતા લોકોને કોરોનટાઇન કરવા માટેના નિયમોમાં ફેરફાર કરવા પડશે સાથોસાથ કામ પાર પાછા ફરતા તમામ કર્મચારીઓને પણ કોરોનટાઇન માંથી મુક્તિ આપવી પડશે ઉદ્યોગો ચલાવવા માટેની માર્ગદર્શિકા પણ વધુ વ્યવહારુ અને માનવતા વાદી બનાવવાની જરૂર છે, સૌ કોઈ ચિંતિત છે એટલે એમને જાતે જવાબદારી સ્વીકારવા દેવી જોઈએ, ડંડાથી કામ નહિ ચાલે. વિદેશી રોકાણ કરોનો પ્રશ્ન પણ શ્રમિક સમશ્યા સાથે જોડાયેલ છે જેનું નિરાકરણ પણ લાવવું પડશે બજારમાં ગ્રાહકો વધુને વધુ કેમ આવે એ ખુબજ ગંભીર વિચાર માંગતો પ્રશ્ન છે આ બાબતે સરકારએ આર્થિક ક્ષેત્ર ના નિષ્ણાત લોકોની સલાહ લઈને કોઈ નીતિ બનાવવી પડશે. ઈન્ક્મ ટેક્સ તથા જીએસટી રિફંડની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાની જરૂર છે સાથોસાથ ઉદ્યોગોને આપવામાં આવતી અનેક સબસીડી અને ગ્રાન્ટ ની રકમો તુરંત ચુકવવામાં આવે તે પણ જરૂરી છે જેથી ઉદ્યોગો પાસે પૈસા આવે. માલ વેચાણ માટે યોજાતા પ્રદર્શનો અને કાર્યક્રમો ને મંજૂરીઓ મળશે કે કેમ? એના શું શરતો હશે ? એ પણ મોટો પ્રશ્ન છે કારણકે ગ્રાહકોને બજાર માં લાવવા માટે આ ખુબજ જરૂરી અને મહત્વનું છે. ઉપર લખ્યા સિવાય ના પણ અનેક મુદ્દાઓ છે જે માટે સરકાર દ્વારા નિષ્ણાત લોકોં અને ઉદ્યોગો ના અનુભવી લોકોની કમિટી બનાવી યુદ્ધ ના ધોરણે કામગીરી શરુ કરાવી પડશે તેમ યાદીના અંતે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.