Abtak Media Google News

ગૂગલે સોમવારે જાહેરાત કરી હતી કે તે ન્યુયોર્ક શહેરમાં અબજ ડોલરના રોકાણ સાથે નવું કેમ્પસખોલશે. ગૂગલ હડસન સ્ક્વેર નામનો આ કેમ્પસ 17 મિલિયન ચોરસ ફૂટથી વધારે ફેલાયેલો અને કંપનીના ન્યૂયોર્ક સ્થિત ગ્લોબલ બિઝનેસ સંગઠન માટે તે પ્રાથમિક સ્થળ બનશે.ગૂગલ અને તેના પેરેંટ કંપનીના ચીફફાઇનાન્સિયલ ઓફિસર અને વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ રોથ પોર્ટના જણાવ્યા મુજબ, હડસન સ્ટ્રીટની બે ઇમારતો 2020 સુધી તૈયાર થઈ જશે અને વર્ષ 2022 સુધીમાં 550 વોશિંગ્ટન સ્ટ્રીટની ઇમારત તૈયાર થઈ જશે.

પોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જ્યારે અમે લગભગ બે દાયકા પહેલા ન્યૂયોર્ક શહેરમાં આવ્યા હતા, તે કેલિફોર્નિયાની બહારનું અમારું પ્રથમ કાર્યાલય હતું. હવે 7,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને તેઓ 50 ભાષાઓ બોલે છે અને અહીં ટીમોની વિસ્તૃત શ્રેણીમાં કામ કરે  છે. જેમાં શોધ, જાહેરાત, નકશા, યુ ટ્યુબ, ક્લાઉડ, ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેચાણ, ભાગીદારી અને સંશોધન શામેલ છે. “

વર્ષ 2011 થી ગૂગલે ન્યૂયોર્કમાં બિન-નફાકારક સંસ્થાઓને $ 15 મિલિયનથી વધુનું દાન કર્યું છે. પોર્ટે જણાવ્યું હતું કે, “અમે આગામી 10 વર્ષમાં ન્યૂ યોર્કમાં કામ કરતા Google કર્મચારીઓની સંખ્યા બમણી કરીશું.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.