Abtak Media Google News

ગૂગલ મેપમાં હવે એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ મેપ સર્વિસમાં યુઝર્સને કોરોના અસરગ્રસ્ત વિસ્તારોની મુસાફરી કરતાં પહેલાં અલર્ટ કરવામાં આવશે.

કોવિડ-19થી અસરગ્રસ્ત વિસ્તારોની સચોટ માહિતી આપવા માટે ગૂગલ મેપમાં આ સુવિધા ઉમેરવામાં આવી છે. ગૂગલનું આ નવું ફીચર યુઝર્સને બીજી પણ ઘણી સુવિધા આપશે.

ઉદાહરણ તરીકે, કોઈ ચોક્કસ સમયે ટ્રેન સ્ટેશન પર કેટલી ભીડ હોઈ શકે છે અથવા એક ચોક્કસ રૂટ પર બસ નિયમિત સમયે દોડી રહી છે કે નહીં વગેરે જેવી જાણકારી પણ મળશે.

  • જો તમારા શહેરમાં કોવિડ-19ની અસર હોય તો હવે તમે ગૂગલ મેપની મદદથી અસરગ્રસ્ત વિસ્તારો વિશે જાણી શકશો.
  • જો તમે ગુગલ મેપ્સ હોમ સ્ક્રીન પર અલર્ટ ઓપ્શન પસંદ કરશો તો કરન્ટ મેપ વ્યૂના આધારે તે વિસ્તાર સાથે સંબંધિત કામની લિંક્સ પણ મળશે.
  • કોઈ રેસ્ટોરાંમાંથી ઓનલાઇન ઓર્ડર કરતી વખતે તમે એ વિસ્તાર કોવિડ-19થી અસરગ્રસ્ત છે કે નહીં તે વિશેની માહિતી મેળવી શકશો.
  • તેમજ, જે વિસ્તાર બંધ હશે તેની માહિતી પણ તમને ગૂગલ મેપ પર મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.