Abtak Media Google News

પોતાની સંપૂર્ણ જિંદગીને સમર્પિત કરી દેનારા બાબા આમટની આજે ૧૦૪મી જન્મજયંતિ છે. આ ખાસ દિવસ પર ગૂગલે બાબા આમટેનું ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

ગૂગલ દ્વારા બનાવવામાં આવેલા આ ડૂડલમાં ૫ સ્લાઇડ બનાવવામાં આવી છે. આ સ્લાઈડમાં બાબા આમટેનું તેમના જીવનકાળ દરમ્યાનનું યોગદાન દર્શાવ્યું છે.તેમણે જિંદગીભર જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે.

બાબા આમટેનું પૂરું નામ મુરલીધર દેવીદાસ આમટે હતું પરંતુ લોકો તેમને પ્યારથી બાબા આમટે કહીને જ બોલાવતા હતા. તેમનો જન્મ ૨૬ ડીસેમ્બર,૧૯૧૪માં થયો હતો. તેમનું કુટુંબ ઘણું સંપન્ન હતું પરંતુ તેમનું ધ્યાન હંમેશા સામજિક કામમાં જ લાગેલું હતું. તેમણે લોકોની સેવા કરવા માટે ઘણા આશ્રમ અને સમુદાયની સ્થાપના કરી હતી. તેઓ કુષ્ઠ રોગના દર્દીઓની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. કુષ્ઠ રોગ એટલે કોઢની બીમારી. ૩૫ વર્ષની ઉંમરે તેમણે કોઢના દર્દીઓ માટે આંનદવન નામની સંસ્થાની સ્થાપના કરી હતી.

4 40

વિનોબા ભાવેથી પ્રભાવિત થઈને તેમણે આખા ભારતના દર્શન કર્યા હતા. આ સફર વખતે તેમણે દેશભરમાં ગરીબી જોઈ અને બસ તેમણે પોતાનું સંપૂર્ણ જીવન જરૂરિયાતમંદ લોકોની સેવા પાછળ સમર્પિત કરી દીધું હતું.

વર્ષ ૧૯૮૫માં તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત છોડો આંદોલન પણ ચલાવ્યું હતું. તેઓ તેમના જીવન કાળ દરમ્યાન ૩૦૦૦ માઈલથી પણ વધારે ચાલ્યા છે.

સામાજિક કાર્યમાં તેમના યોગદાનને લઈને તેમને પદ્મશ્રીનો એવોર્ડ પણ મળેલો છે. વર્ષ ૧૯૯૯માં તેમને ગાંધી પીસ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જરૂરિયાત મંદની મદદ કરવા બદલ તેમને યુનાઈટેડ નેશન્સ એવોર્ડ પણ મળેલો છે. વર્ષ ૧૯૮૬માં પદ્મ વિભૂષણના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

પોતાના જીવનને લોકોની સેવામાં સમર્પિત કરનાર બાબા આમટેએ ૯ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ ૯૪ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.