Abtak Media Google News

સાઉથ એક્ટર પ્રભાસ પોતાની બાહુબલી ફિલ્મમાં ધમાકેદાર ભૂમિકા ભજવ્યા બાદ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે ત્યારબાદ તેમણે ‘સાહો’ ફિલ્મમાં શ્રધ્ધા કપૂર સાથે બોલિવુડમાં પણ ધૂમ મચાવી હતી. લાંબા સમય બાદ પ્રભાસ પોતાના ફેન માટે એક ધમાકેદાર ફિલ્મ લાવી રહ્યો છે.2018માં તેમણે પોતાની ફિલ્મ ‘રાધે શ્યામની ‘ અનાઉન્સ્મેટ કરી હતી.આ ફિલ્મનું ટ્રેલર 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

Radheshyam Compressed 1200 Dn 12022021

આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે ઉપરાંત પૂજા હેંગડે ફિલ્મની હિરોઈન તરીકે પોતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મના ડાયરેક્ટર રાધાકૃષ્ણ કુમાર દ્વારા કહેવામાં આવ્યું છે કે,” આ ફિલ્મનું શૂટિંગ તેલુગુ અને હિન્દી ભાષામાં થઈ રહ્યું છે. પ્રભાસે અલગ અલગ ભાષામાં રાધે શ્યામનું પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. જેમાં તે ચાલતો હોય તેવી મુદ્રામાં દેખાઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CLLTwDop3A9/?utm_source=ig_embed

આ ફિલ્મમાં અભિનેત્રી ભાગ્યશ્રી અને કૃણાલ રોય કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ ઇટાલી અને જોર્જિયામાં કરવામાં આવ્યું છે.પ્રભાસ દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટમાં ટ્રેલરનો રિલીઝ ટાઈમ પણ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મનું ટ્રેલર 14 ફેબ્રઆરી સવારે 9.18 મિનિટે સોશીયલ મિડીયા પર રિલીઝ થશે. પ્રભાસના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.