Abtak Media Google News

અલગ-અલગ રેન્જમાં બોગસ કંપનીઓ ઉભી કરી જીએસટી કૌભાંડ ઝડપાયું

૫૦ કરોડ રૂપિયાનું ગેરકાયદે ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવવાનું કારસ્તાન ઝડપાયું: એકની ધરપકડ

સરકાર માટે જો આવકનો જો કોઈ સ્ત્રોત હોય તો તે કર થકી ઉદભવિત થતી આવક જ મુખ્ય સ્ત્રોત છે જેના પરિણામરૂપે જીએસટીમાં વધુને વધુ આવક કેવી રીતે ઉદભવિત કરી શકાય તે માટેના પગલાઓ જીએસટી કાઉન્સીલ દ્વારા લેવામાં આવતા હોય છે પરંતુ જીએસટીમાં ઘણાખરા છિંડાઓ હોવાના કારણે અનેકવિધ પ્રકારે કરદાતાઓ ઘણીખરી રીતે છેતરપિંડી આચરતા હોય છે. જીએસટી કાઉન્સીલ દ્વારા વિવિધ કમિશનરેટોને તેના અલગ પ્રકારનાં પાવરો આપી દેવામાં આવ્યા છે પરંતુ તેનો ગેરલાભ હોવાના કારણે કરદાતાઓ ઘણીખરી રીતે જીએસટીમાં ગેરરીતી આચરતા હોય છે પરંતુ હવે કમિશનરેટની મર્યાદાઓનો ગેરલાભ ઉઠાવનારાઓના દિવસો પુરા થઈ ગયા છે. રાજયમાં અલગ-અલગ રેન્જમાં બોગસ કંપનીઓ સ્થાપી આચરવામાં આવેલુ જીએસટી કૌભાંડ ઝડપાયું છે. ડીજીજીઆઈ અને રાજયનાં નવ જીએસટી કમિશનરેટે સાથે મળી બોગસ કંપનીઓ સ્થાપનાર મનિષકુમાર ખત્રીને ૫૦ કરોડ રૂપિયાના ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવવા માટેના મુદ્દે ઝડપી પાડવામાં આવ્યો છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મનિષકુમાર ખત્રીએ ૯ જીએસટી કમિશનરેટ રેન્જમાંથી કુલ ૧૧૫ જેટલા બોગસ યુનિટો સ્થાપ્યા છે જેમાં ૪૯ અમદાવાદ નોર્થ કમિશનરેટ, ૨૭ વડોદરા કમિશનરેટ, ૧૫ ભિવંડી કમિશનરેટ, ૧૨ ગાંધીનગર કમિશનરેટ કંપની સ્થાપી હોવાનું સામે આવ્યું છે. કૌભાંડ આચરનાર મનિષ ખત્રી માત્ર ગુજરાત રાજયમાં જ નહીં પરંતુ અન્ય રાજયોમાં જેવા કે ભિવંડી થાણેમાં પણ કંપનીઓ સ્થાપી હોવાનું સામે આવ્યું છે.

સેન્ટ્રોલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસએ જીએસટી નોંધણી કરવાની સાથો સાથ આધારકાર્ડને લીંકઅપ કરવાની પણ કામગીરી હાથધરી છે જેના પરીણામરૂપે જીએસટીમાં જે ગેરરીતી આચરવામાં આવે છે તેના પર પૂર્ણવિરામ મુકવામાં આવે. સરકાર જીએસટી ચોરીને અટકાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરતું હોય છે પરંતુ પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થઈ રહ્યો છે કે જે કમિશનરેટમાં લીંકઅપના અભાવ જોવા મળે છે તેનો ફાયદો બોગસ કરદાતાઓ લઈ લાખો-કરોડો રૂપિયાનો ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવવા માટે કૌભાંડ આચરતા હોય છે પરંતુ હવે આ ભુતકાળ બની જશે જેનું એકમાત્ર કારણ એ છે કે હવે જીએસટી કમિશનરેટની મર્યાદાઓમાં ઘટાડો કરી તેઓને વધુ પાવર આપવામાં આવ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ દ્વારા અનેકવિધ નિયમોમાં ફેરબદલ પણ કરવામાં આવ્યા છે અને વધુને વધુ આવક દેશને જીએસટી મારફતે થઈ શકે તે દિશામાં ચર્ચા પણ કરવામાં આવતી હોય છે. હાલની સ્થિતિને ધ્યાને લઈ સરકાર માટે જીએસટી વિભાગ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે ત્યારે જે રીતે ગેરરીતી આચરવામાં આવે છે તેના ઉ૫ર પૂર્ણવિરામ કઈ રીતે મુકવો તે પણ એટલું જ જરૂરી છે. જીએસટીમાં ઘણાખરા છિંડાઓ હોવાના કારણે ગેરરીતી આચરનારને ઘણો ફાયદો મળી જતો હોય છે પરંતુ હવે જીએસટીની તમામ કાર્યવાહી સુદ્રઢ બનતાની સાથે ગેરરીતી આચરનાર ઉ૫ર તવાઈ બોલાવવામાં આવશે અને બોગસ બિલીંગો ઉપર પૂર્ણવિરામ મુકાશે જેનું કારણ એ છે કે હવે આધારકાર્ડનું લીંકઅપ સીધુ જ જીએસટીની નોંધણી સાથે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.