Abtak Media Google News

ગોંડલ ચોકડીએ ઓવરબ્રિજ નીચે સામાન્ય વરસાદે પણ ભરાય છે ‘પાણી’

હાઈવેના ચાલતા કામના લીધે સમસ્યા કે ડિઝાઈનમાં ભૂલ? લોકોમાં પૂછાતો પ્રશ્ન

શહેરમાં લક્ષ્મીનગરનું નાલુ અને રેલનગરનાં અંડર બ્રિજ પર પાણી ભરાવાની કાયમી સમસ્યા છે ત્યારે હવે ગોંડલ રોડ ચોકડીએ આવેલા ઓવરબ્રીજ હેઠળ પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. સામાન્ય વરસાદમાંય પાણી ભરાવા લાગે છે.

રાજકોટથી ગોંડલ જતા ઓવરબ્રીજ નીચે જ વરસાદનું પાણી ભરાતું હોય વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

શહેરમાં અને હાઈવે પર વાહન વ્યવહાર વિના અટકયે ચાલી શકે અને વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી ન પડે અને ટ્રાફીક જામ ન સર્જાય એ માટે ઓવરબ્રીગજકે અંડર બ્રીજ બનાવવામાં આવે છે.

શહેરનાં ગોંડલ રોડ ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. અને હાલ એ જગ્યાએ ટ્રાયએંગલ ફલાયર ઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે.

આ કામગીરી ધીમી ગતિએ ચાલે છે. તાજેતરમાં પડેલા વરસાદ વખતે ઓવરબ્રીજ નીચે જ ગોળાઈમાં વરસાદનું પાણી ભરાયું હતુ સારો વરસાદ જયારે પડે છે ત્યારે અહી પાણી ભરાય છે. પૂલ નીચે જ વરસાદી પાણી ભરાતું હોવાથી રાજકોટથી ગોંડલ જૂનાગઢ તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. ખાસ કરીને ટુ વ્હીલ ચાલકોને ખૂબજ મુશ્કે પડે છે.

પૂલ નીચે ગોળાઈજ્ઞાં જ પાણી ભરાયું છે. એ હાઈવેનાં કામને લીધે ભરાયું છે કે અન્ય કોઈ સમસ્યા છે તે હાઈવે તથા લાગતાવળગતા તંત્રે શોધી તેનો ઉપાય કરવો જોઈએ તેમ વાહન ચાલકો, આસપાસનાં ઉદ્યોગકારો ધંધાર્થીઓ કહે છે કે હાઈવે પર રસ્તા બને ત્યારે નજીકનાં વરસાદી પાણી તથા હાઈવે પર પડતા વરસાદી પાણીને ધ્યાનમાં લઈ આયોજન કરાય છે. આ વિસ્તારમાં આસપાસનાં વિસ્તારોની સ્થિતિ જોઈ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેમ લોકો કહે છષ. હાલ કામ ચાલુ જ છે. ત્યારે આવી સમસ્યા સર્જાતી હોવાનો આ સમસ્યા કાયમી બને તે પહેલ હાઈવે તથા લાગતા તંત્રે આયોજન કરવું જોઈએ તેમ લોકો કહે છે.

રોગ સાઈડમાં આવતા વાહન ચાલકો કરે છે ‘ટ્રાફિક જામ’

ગોંડલ ચોકડીની વાત કરીએ તો હાલ આ ચોકડીએ ફલાયઓવરનું કામ ચાલે છે. અને તેને લીધે થોડી ઘણી અડચણ કે અવરોધ થાય એ તો સમજી શકાય પણ કેટલાક વાહન ચાલકો જ ટ્રાફીક નિયમોનો ઉલાળીયો કરી ‘રોંગ સાઈડ’માં વાહન ચલાવી ટ્રાફિક જામ કરતા હોવાનું જણાવ્યું છે.

ટ્રાફીક જામ કઈ રીતે કરે છે. એ જોઈએ તો રાજકોટથી ગોંડલ રોડ તરફ જવા ઈચ્છતા કે ૧૫૦ ફૂટ આસપાસ તરફ જવા ઈચ્છતા ટુ વ્હીલર કે રીક્ષા ચાલકો પૂલ નીચેથી જવાના બદલે રોંગસાઈડમાં સીધા જ વાહન ચલાવતા હોવાથી ગોંડલ તરફથી આવતા વાહનોને મુશ્કેલી પડે છે. અધુરામાં પૂ‚ આ જગ્યાએ મુસાફરો ઉતારવા એસ.ટી. અને ખાનગી બસો તથા અન્ય વાહનો ઉભા રહે છે. વળી કેટલાક ટુ વ્હીલર ચાલકો અને રીક્ષા ચાલકો મુસાફરો ઝડપથી ભેગા કરવાની લ્હાયમાં રોંગસાઈડમાં આવી ગોંડલ તરફથી આવતા કે ઓવરબ્રીજ પરથી આવતા ટ્રાફીકને રોકે છે. જેથી આ બાબતે યોગ્ય પગલા લેવા જોઈએ અથવા વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોક લાગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.