Abtak Media Google News

EDACમાં બી.એ., બી.કોમ., બી.બી.એ. બી.એસસી., બી.બી.એ., એમ.એસ.ડબલ્યુ સેમ. ૧ ના ૮૬ વિદ્યાર્થીનું હિયરિંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ઊઉઅઈની બેઠકમાં પરીક્ષામાં ડમી બેસાડતા ભાજપ અગ્રણી ઢોલરીયા સહિત ૮૬ છાત્રોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે પરીક્ષા આપતા ઢોલરીયા કે ડમી વિદ્યાર્થી સી.સી.ટી.વી.માં દેખાતા ન હોવાથી ભાજપ અગ્રણીનો આબાદ બચાવ થશે તેવું લાગી રહ્યું છે. એક બાજુ સત્તાધીશો કડક સજા આપે તેવી પણ શક્યતા છે.

યુનિવર્સિટી સંલગ્ન ગોંડલની એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બી.એ. સેમ.૧ માં ડમી વિદ્યાર્થી બેસાડી ગેરરીતિ આચરતા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને શનિવારે સજા સંભળાવાશે. યુનિવર્સિટીમાં શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી) ની બેઠક મળનારી છે ત્યારે તેમાં ઢોલરીયા સહિત ૮૬ વિદ્યાર્થીઓનું હિયરિંગ થશે. જોકે કોલેજ તરફથી મોકલવામાં આવેલા સી.સી.ટી.વી.માં અલ્પેશ ઢોલરીયા કે તેની બદલે ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય તેવું દેખાતું નથી. જેથી ગેરરીતિ આચરતા ઢોલરીયાને તેનો લાભ મળશે. ઉતરવાહી મૂકી ભાગી જતાં વિદ્યાર્થીને ઓછામાં ઓછી ૧ પરીક્ષા અને વધુમાં વધુ ૮ પરીક્ષાની સજા સંભળાવવામાં આવે છે.

ઉપરાંત ગત તા.૨૮ ડિસેમ્બર, ૨૦૧૯ ના સુરેન્દ્રનગરની સંસ્કૃતિ કોલેજમાં બી.એ. સેમ. ૧ એક્સટર્નલની પરીક્ષામાં સીટ નંબર – ૫૫૯૫૧ પર પરીક્ષા આપતા જયપાલસિંહ રણજીતસિંહ મશાણીના બદલે અન્ય ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાઈ જતાં પરીક્ષા કેન્દ્રમાંથી નાશી છૂટ્યો હતો. સાથે જ જામનગરમાં બી.એ. સેમ. ૧ ની પરીક્ષામાં મોબાઈલ સાથે ઝડપાયા બાદ કોપિકેસની પ્રક્રિયા થતાં વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજાએ આચાર્ય પર જીવલેણ હુમલો કર્યો હતો.

જેને પણ સજાનું એલાન થશે. ઉપરાંત બી.એસસી. સેમ. ૩ માં રાજકોટના કેન્દ્ર પર વિદ્યાર્થી દિવ્યેશ ગોરશીયા કાપલી સાથે ઝડપાઇ ગયો હતો. જોકે તેની ચોરી પકડાઈ જતાં વિદ્યાર્થીએ ઉતરવાહી ફાડી નાખી હતી અને સુપરવાઇઝરને માર મારવાની કોશિષ અને ધમકી આપી હતી. યુનિવર્સિટીમાં ૨૮મીએ મળનારી ઊઉઅઈમાં બી.એ., બી.કોમ., બી.બી.એ. બી.એસસી., બી.બી.એ., એમ.એસ.ડબલ્યુ સેમ. ૧ ના ૮૬ વિદ્યાર્થીનું હિયરિંગ થશે. ગોંડલ ડમીકાંડને લઈને મળનારી ઇ.ડી.એ.સી.માં ભાજપ અગ્રણીને બચાવવા માટે તખ્તો ગોઠવાઈ ગયો છે. હવે શનિવારે જ્યારે પરીક્ષા ચોરી કરતાં છાત્રોને સજા મળશે તેની સાથે ભાજપ અગ્રણીને પણ સજા સંભળાવવામાં આવશે પરંતુ ઢોલરીયાને માત્ર હળવી સજા કરી છોડી મૂકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.