ગૌસેવક સામે પોલીસ ફરિયાદના વિરોધમાં કાલે ગોંડલ બંધનું એલાન

વિહિપ, બજરંગદળ અને વિવિધ વેપારી સંગઠનનુંબંધને સમર્થન

કતલખાને લઇ જવાઇ રહેલ અબોલ પશુ ભરેલ વાહનને અટકાવવાની ઘટનામાં શનિવાર રાત્રે ભગવતપરા અને પાંજરાપોળ પાસે બે જુ વચ્ચે પત્રમારા સાથે થયેલ અડામણ બાદ પોલીસ દ્વારા રાયોટીંગ સહીતના ગુન્હા સો ફરીયાદ નોંધતા ગૌસેવકો માં રોષ ફેલાયોછે અને પોલીસ ફરીયાદ સામે વિરોધ વ્યક્ત કરી હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આવતી કાલ મંગળવાર તા.૨૬નાં ગોંડલ બંધનું એલાન અપાયું છે. બંધના એલાનને વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહીતના સંગઠનો તાં વેપારી મંડળોએ સમઁન જાહેર કર્યુ છે. ગૌસેવકો પર ખોટી રીતે ફરીયાદ કરાયાનું હિન્દુ ઉત્સવ સમિતિએ જણાવી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે તેવું વધુમાં જણાવ્યું હતું. ગૌસેવક સામે થયેલી ખોટી પોલીસ ફરિયાદથી શહેરભરમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે ત્યારે આવતીકાલે આપવામાં આવેલા ગોંડલ બંધના એલાનને સજ્જડ સમર્થન મળે તેવું દેખાઇ રહ્યું છે. ગૌ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે કતલખાને ધકેલાતા પશુઓને લઇ જતા વ્યક્તિઓ સામે ફરિયાદ કરવાના બદલે ગૌ રક્ષકો સામે ફરિયાદ નોંધતા ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Loading...