Abtak Media Google News

પંચગવ્યથી સમૃધ્ધિ દ્વારા ગૌવંશ સંરક્ષણ વિષય પર વેબિનાર યોજાયો; ડો. વલ્લભ કથીરિયાના માર્ગદર્શનનો હજારો ગૌ પ્રેમીઓએ લીધો લાભ

વૈશ્ર્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા તથા પંચગવ્યથી સમૃધ્ધિ દ્વારા ગૌ વંશ સંરક્ષણ વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય કામઘેનું આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા હાજર રહ્યા હતા.

જેમાં તેમણે કામઘેનું આયોગ દ્વારા ચાલી રહેલા કામઘેનું દિપાવલી અભિયાન અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, દેશીગાયનું માત્ર દુધ જ નહી તેનું ગોબર તથા ગૌમુત્ર પણ અત્યંત ઉપયોગી છે. વર્તમાન મોબાઈલ અને ટેકનોલોજીનાં સમયમાં રેડીયેશનથી બચવા માટે પણ ગાયના ગોબરનું મહત્વ છે. ગાય દુધ દેવાનું બંધ કરી દે તો પણ તેનું ગોબર અને ગોમૂત્ર પશુપાલક, ખેડુત માટે આવકનું સાધન બની શકે છે. આ વેબીનારમાં સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઈ શાહે માહિતી આપતા જણાવ્યું હતુ કે ગોબર ઘરનાં લીપણથી માંડીને ખેતરમાં ઉર્જા શકિત ઉત્પન્ન કરવામાં હંમેશા ઉપયોગી બન્યું છે. દેશી ગાયના ગોબરનો ખાતરમાં ઉપયોગ થાય અને જેમ યુરીયા માટે સરકાર અબજો રૂપયાની સબસીડી આપે છે. તે બંધ કરીને તે સબસીડી દેશી ગાય માટે આપવામાં આવે તો સમગ્ર માનવજાતીનું કલ્યાણ થશે. અને ગૌવંશની પણ રક્ષા થશે. ગીરીશભાઈ શાહે રાષ્ટ્રીય કામઘેનું આયોગની સરાહનીય કામગીરી બદલ પ્રશંસા વ્યકત કરી હતી. અને ડો. વલ્લભભાઈ કથીરીયાને વિનંતી કરી હતી કે ભારતમાં જેટલા ગોબર અને ગૌમુત્ર ઉત્પાદનો બની રહ્યા છે. તે બધાને સરકાર દ્વારા પેટર્ન કરવામા આવે અને પેટર્નમાં એ શરત મૂકવામાં આવે છેકે, તે કોઈ પણ ભારતીય બનાવે તો તેના માટે કોઈપણ વ્યકિતને ઓછા ખર્ચ મળે અને કોઈપણ વિદેશી આ ઉત્પાદનો બનાવે તો તેની રોયલ્ટી તેને ભારત સરકારને આપવી પડે. ગોબરમાંથી બનેલા દેશી ખાધ તથા અન્ય વિભિન્ન ઉત્પાદનોની ચર્ચા પણ આ વેબીનારમા કરવામાં આવી હતી. સમગ્ર વેબીનારનું સંચાલન કરતા મિતલ ખેતાણીએ જણાવ્યું કે, ડો. વલ્લભભાઈ કથીરીયાના આહવાનને સ્વીકારીને આ દિવાળીએ સમગ્ર રાષ્ટ્રના ૧૧ કરોડ પરિવારોમાં ગોમય દિવા પ્રગટે અને કામઘેનું દિપાવલી અભિયાન ખરા અર્થમાં સાર્થક બની રહે તે માટે સમસ્ત મહાજનની ટીમ સહભાગી બનશે. આ વેબીનારનાં જીવંત પ્રસારણો હજારો જીવદયા પ્રેમીઓ અને ગૌભકતોએ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.