Abtak Media Google News

ગોલ્ડની વિવિધ કેટેગરીમાં વિવિધ ખેલાડીઓને ટ્રોફી સાથે સન્માનીત કરાયા: નેવી અને આર્મીના અધિકારીઓ પણ વિજેતા બન્યા

 ૭૧ સ્ટ્રોક સાથે રાજકોટનાં સી.એ. બ્રિજેશ સંપતનો વિજય: રનર્સઅપ તરીકે કમાન્ડર એમ.કે. શર્મા ઘોષિત

રાજકોટ ઇશ્ર્વરીયા પાર્ક ખાતે પીપીપી ધોરણે ગ્રીન મીડોસ ગોલ્ફ કલબ અને સીમપોલો જીએમજીસી દ્વારા ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વિવિધ ક્ષેત્રોનાં નામંકિત લોકો તથા નેવી અને આર્મીના અધિકારીઓ પણ જોડાયા હતા. ટુર્નામેન્ટના અંતે તમામ વિજેતાઓને ટ્રોફી સાથે સન્માનીત કરવામાં આવ્યા હતા. ગોલ્ફ રમત વિશે જો વાત કરવામાં આવે તો ગોલ્ફ રમત એ રમત જે શાંત મગજથી રમાઇ છે. આ રમતમાં ટાઇમીંગ નહિ પરંતુ એકયુરસી અત્યંત જરુરીયાત પૂર્ણ છે. ગોલ્ફ રમત નવયુવાનોથી લઇ વયોવૃઘ્ધ લોકો પણ રમી શકે છે. આ રમતમાં વયોવૃઘ્ધ લોકો આજના નવયુવાનોને પણ હરાવી શકે છે. આ રમતથી લોકોમાં વિશ્ર્વાસ અને આત્મ વિશ્ર્વાસમાં ઘણી વૃઘ્ધિ પણ થતી હોઇ છે. આ રમત માટેહાલ રાજકોટમાં કોઇ ફુલટાઇમ કોચ ન હોવાથી વડોદરાથી સ્પેશ્યલ કોચ ગોલ્ફનું પ્રશિક્ષણ માટે આવતા હોઇ છે. ગોલ્ફ રમવા આવનારા ખેલાડીઓનું માનવું છે કે રાજકોટમાં ગોલ્ફ અંગેની જાગૃતા ઘણા ખરા અંશે જોવા મળી રહી છે.

Vlcsnap 2020 02 17 05H25M39S655 666 2 27

ગોલ્ફ રમત અન્ય રમતોથી પૂર્ણતા ભિન્ન છે. જેમાં એક રમત આશરે ૩ કલાક સુધી ચાલે છે. અને ત્યારબાદ વિજેતાઓની જાહેર કરવામાં આવે છે. રમત રમતા ખેલાડીઓનું માનવું છે કે રમત એવી રમવી જોઇએ જેમાં ‘ગ્લેમર’મળી શકે, ત્યારે ગોલ્ફ રમનાર ખેલાડીઓ પણ ગ્લેમર મેળવી શકે છે. અને પોતાનું નામ પણ બનાવી શકે છે. ગ્રીન મીડોસ ગોલ્ડ કલબ વારંવાર ગોલ્ફ માટેનાં કોચીંગ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કોચીંગ કેમ્પનો લાભ લેતા નજરે પડે છે. ગોલ્ફ તજજ્ઞોનું માનવું છે કે ૧૦ દિવસના કોચીંગમાં કોઇ એક વ્યકિત બેઝીક ગોલ્ફ રમતો થઇ શકે છે અને સમય જતાં આગવી પઘ્ધતિઓ પણ શીખવી પડે છે.

સીવીલીયન્સ સાથે ગોલ્ફ રમવું અત્યંત પ્રિય: નેવલ કમાન્ડર એમ.કે. શર્મા

Vlcsnap 2020 02 17 05H24M26S342

ગોલ્ફ રમવા આવેલા ઇન્ડિયન નેવલ કમાન્ડર એમ.કે. શર્મા એ ‘અબતક’ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું કે, ગ્રીન મીડોસ ગોલ્ફ કલબ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખુબ જ સારુ છે. આ તકે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટનાં સીવીલીયન્સ સાથે ગોલ્ફ રમવું તે એક લ્હાવો છે. દર વર્ષે આ પ્રતિયોગીતામાં ભાગ લેવા આવી છીએ. અને ગોલ્ફ રમતની મજા પણ માણીએ છીએ. જે રીતે સભ્યોમાં વૃઘ્ધિ થાય છે તેનાથી ઉત્સાહ પણ બેડવાઇ છે આ માનસીક રમત હોવાથી ખેલનાર ખેલાડીઓની માનસીક શાંતિ અત્યંત જરુરી છે.

ગોલ્ફ વયોવૃઘ્ધો લોકોનાં સ્વાસ્થ્યને સારૂ રાખવા ખુબ જ ઉપયોગી: કોચ પ્રેમ

Vlcsnap 2020 02 17 05H24M39S987

‘અબતક’સાથેની વાતચીતમાં ગોલ્ફ કોચ તરીકે સેવા આપનાર પ્રેમએ જણાવ્યું હતું કે ગોલ્ફ વયોવૃઘ્ધ લોકોનાં સ્વાસ્થને સારૂ રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. ગોલ્ફ રમવાથી શરીરને જરુર પડતી તમામ કસરતો થઇ શકે છે કોચીંગ કેમ્પ ઉપર સૌની મીટ હોઇ છે. ગોલ્ડ શીખવા માટે કોઇ જ નિર્ધારિત સમય હોતો નથી. રેગ્યુલર પ્રેકટિસ કરવાથી ગોલ્ફમાં નીપૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. અલગ અલગ કલબથી આવેલા કોચ ગોલ્ફ અંગેનું પ્રશિક્ષણ આપતા હોય છે.

દિન-પ્રતિદિન ગોલ્ફરોની સંખ્યામાં જોવા મળી રહ્યો છે વધારો: દિપક રંગાણી

Vlcsnap 2020 02 17 05H23M56S438

ઇશ્ર્વરીયા પાક ખાતે સરકારે ગોલ્ફને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ખુબ જ સુંદર પાર્ક વર્ષ ૨૦૦૯માં બનાવવામાં આવ્યો છે. આ ગોલ્ફ પાર્કનું સંચાલન ગ્રીન મીડોશ ગોલ્ફ સંસ્થા કરે છે. જેનું ઉદઘાટન ૨૦૦૯માં નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. પીપીપી ધોરણે આ ગુજરાતનો એક માત્ર ગોલ્ફ કોર્સ છે. ગોલ્ફ સૌથી મોંધી રમત માનવામાં આવે છે અને લોકોને પણ આ આભા રહેલી છે. પરંતુ રાજકોટ ખાતે ગોલ્ફ ખુબ જ ઓછી કિંમતે શીખવાડવામાં આવે છે. રાજકોટમાં દિન-પ્રતિદિન ગોલ્ફરોની સંખ્યા વધી રહી છે. દર વર્ષે ફાઉન્ડેશન ડે નીમીતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં ડિફેન્સ ગ્રુપનાં કર્મચારીઓ ઉ૫સ્થિત રહે છે અને રમતને માણે છે. ગોલ્ફ ની વિશેષતા એ છે કે તે ખુલી જગ્યામાં રમવામાં આવે છે. અને કુદરતા ખોળે રમાઇ છે. આ રમત કોઇપણ ઉમરે શરીરમાં સ્વાસ્થના આધારે રમાઇ છે આ રમતમાં કોઇપણ ઉમરની વ્યકિત રમી શકે છે.

રાજકોટ ગોલ્ફ કલબમાં ૯૦ મેમ્બરો એ ગોલ્ફની અંગેની જાગૃતા દેખાડે છે: શ્યામ રાયચુરા

Vlcsnap 2020 02 17 05H24M06S131

‘અબતક’સાથેની વાતચીતમાં ફર્ન ગ્રુપના શ્યામ રાયચુરાએ જણાવ્યું હતું કે રાજકોટ ગોલ્ફ કલબમાં હાલ ૯૦ મેમ્બરો છે, જે ગોલ્ફ અંગેની જાગૃતા દેખાડે છે. છેલ્લા ૩ વર્ષમાં ગ્રીન મીડોસ ગોલ્ફ કલબે સવાસો લોકોને ગોલ્ફ અંગેની તાલીમ આપી છે. ગોલ્ફનો માહોલ રાજકોટમાં દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. ત્યારે દર વર્ષે એક ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજકોટ કલેકટર  દ્વારા સપોર્ટ પણ મળે છે. ગોલ્ફ શારીરિક કરતા માનસીક રમત છે. જેમાં મેન્ટલ સ્ટેબીલીટી અત્યંત જરુરી છે. આ રમતમાં કોઇ પ્રતિબંધી તમારી રમત બગાડી શકતું નથી. માત્રને માત્ર ખેલાડીએ તેની એકયુરીસી ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું પડે છે. ગોલ્ફમાં કોઇપણ પ્રકારની સ્પીડ કે તાકાતની જરુરીયાત રહેતી નથી. ઉદાહરણ તરીકે કોઇ રપ વર્ષના યુવાનને ૭૦ વર્ષના વૃઘ્ધ પણ હરાવી શકે છે. ગોલ્ફ રમત તમને શાંત રહેવા, અને એકાગ્રતા કેળવવા મદદરુપ સાબીત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.