ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન

96


ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારી સામે લડી રહ્યા હતા. ત્યારે થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે તેમની તબિયત ખૂબજ નાજુક ચાલી રહી હતી. જ્યારે રવિવાર સાંજે તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે. તેઓ 63 વર્ષના હતા અને તેમને પેનક્રિયાનુ કેન્સર હતું.

આ વિશે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું અને દુખવ્યક્ત કર્યું હતું કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે લખ્યું હતું કે પર્રિકરના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું છે. તેમણે લખ્યું હતું કે જેમણે સતત સેવા કરી તેવા વ્યક્તિના નિધનથી દુઃખ અનુભવું છું.

Loading...