જુનાગઢની આ વિદ્યાર્થીની GTUમાં ઝળકી: ગોલ્ડ મેડલ એનાયત

જૂનાગઢની જે.જે.સી.ઇ. ટ્રસ્ટ સંચાલિત એન.આર. વેકરીયા એમબીએ કોલેજની છાત્રા સમગ્ર જીટીયુ માં ઝળકી, ગોલ્ડ મેડલ હાસીલ કરી, કોલેજને ગૌરવ અપાવતા ટ્રસ્ટી મંડળ, શૈક્ષણિક સ્ટાફ દ્વારા શુભ્ચ્છા વર્ષા થઇ રહી છે. જૂનાગઢની જે.જે.સી.ઇ. ટ્રસ્ટ સંચાલિત એન.આર. વેકરીયા એમબીએ કોલેજમાં સેમેસ્ટર ૪ માં અભ્યાસ કરતી ભગત સકીનાએ દરેક સેમેસ્ટરમાં જીટીયુમાં રેન્ક મેળવી યુનિવર્સિટી માંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા કોલેજમાં ખુશીની લાગણી પ્રસરી છે.
આ તકે નાનજીભાઇ વેકરીયા, સુરેશભાઇ વેકરીયા, ડો. એન.એમ. મુન્સી, સકીના મુન્સી અને સ્ટાફે સિતારાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે

Loading...