Abtak Media Google News

ગઢાડાના સરપંચ નારણભાઈ આહીરે માંગણી કરી

ઉપલેટા તાલુકાના ગઢાળાના સરપંચ નારણભાઈ આહીરે રાજયના પ્રવાસન મંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી જણાવેલ છે કે આહિર સમાજનો ગૌરવવંતો ઉજળો ઈતિહાસ છે ભગવાન આહિર રત્ન જુનાગઢની ગાદીના યુવરાજ નવઘણને બચાવવા પૂ.દેવાયતબાપુએ પોતાના સગા દિકરા ઉગાનું બલીદાન આપી સમગ્ર આહિર સમાજને આશરા ધર્મનું ગૌરવ અપાવેલ છે તેવા પૂ.દેવાયતબાપુના ગામ કોડીનાર પાસેના બોડીદર ગામે આગામી તા.૨૫/૩ના રવિવારે રામનવમીના પવિત્ર તહેવાર અને જોગાનું જોગ તે દિવસે દેવાયતબાપુની તીથી હોય તેથી ભવ્ય ઉજવણીના ભાગરૂપે આહિર એકતા મહોત્સવનું ભવ્ય આયોજન નંદ દેવાયત બોદર આહિર સંસ્થા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ કાઠીયાવાડ સોરઠ સહિત દેશ-વિદેશમાંથી આશરે ત્રણ લાખથી વધુ આહિરો ઉમટી પડશે આવા આ બોડીદર મુકામે અનેક ધાર્મિક સામાજીક કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવામાં આવે છે ત્યારે પૂ.દેવાયતબાપુના બલીદાનની આવનારી પેઢીને પ્રેરણા મળે તે માટે રાજય સરકારે બોડીદર ગામને પ્રવાસન ધામ તરીકે જાહેર કરવું જોઈએ તેવી અંતમાં માંગણી કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.