આપો ખુશખબર… ને મેળવો સહાય

કોરોનાથી સૌથી ઓછો મૃત્યુ દર ધરાવતા સીંગાપુરની નવતર પહેલ

કોરોના કહેર વચ્ચે લોકોની જાતીય પ્રવૃતિને પણ લાગી છે બ્રેક

કોરોના કહેર વચ્ચે આખા વિશ્ર્વમાં લોકો એકબીજાનો સંપર્ક રાખી રહ્યા છે અને પતિ-પત્ની પણ પોતાના જાતીય જીવનનો આનંદ લેવાથી દૂર રહ્યા છે. ત્યારે વિશ્ર્વમાં કોરોનાથી સૌથી ઓછો મૃત્યુ દર ધરાવતા સીગાપુરે લોકોને સારા સમાચાર ખુશ ખબર આપવા માટે નાણાકીય સહાય કરવાની જાહેરાત કરી છે.

કોરોનાએ આખા વિશ્ર્વને પરેશાન કરી મુકયું છે. ત્યારે એક દેશ એવો છે કે જે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યો છે. કોરોના કાળમાં ચેપ લાગવાના ડરથી તથા આર્થિક મુશ્કેલીના કારણે લોકો માતા-પિતા બનવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સીગાપુરે બાળકો પેદા કરવા ઇચ્છતા યુગલોને રોકડ સહાય આપવાની યોજના જાહેર કરી છે. સીએનએનના એક અહેવાલ અનુસાર સીંગાપુરના ઉપપ્રધાનમંત્રી એ જણાવ્યું છે કે વર્તમાન સ્થિતિને ઘ્યાનમાં રાખી માતા પિતા બનવામાં મુશ્કેલી અનુભવતા લોકોને પ્રસુતિ માટે પ્રોત્સાહન આપવા નિર્ણય લેવાયો છે.

જો કે બાળકના જન્મ બદલ આર્થિક પ્રોત્સાહન અપાશે પણ જે પ્રોત્સાહન અપાશે તે કેટલું હશે? તે જાહેર કરાયું નથી.

અત્રેએ યાદ અપાવીએ કે દુનિયાના અન્ય દેશોની જેમ સીંગાપુરની અર્થવ્યવસ્થાને પણ કોરોનાના લીધે માઠી અસર થઇ છે.

ઉપપ્રધાનમંત્રી હેંગ સ્વે કહેવુ છે કે કેટલાય મહત્વા કાંક્ષી માતા-પિતા આર્થિક સંકટના કારણે પોતાની માતૃત્યની યોજના સ્થગિત કરી રહ્યા છે.

ઉપપ્રધાન મંત્રી હેંગ કહે છે કે સરકાર આવા લોકોને સહાય આપવા ઉપર ઘ્યાન આપી રહી છે. સીંગાપુરમાં દુનિયામાં સૌથી ઓછો જન્મ દર છે અને ત્યાંની સરકારેવસ્તી વધારવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.

સીંગાપુરમાં કોરોનાથી અત્યાર સુધીમાં માત્ર ર૭ મોત

સીંગાપુરમાં તાજેતરમાં જ કોરોનાના સાત નવા પોઝિટીવ કેસ આવ્યા હતા. દેશમાં સંક્રમીતોની સંખ્યા ઓછામાં ઓછી થઇ ગઇ છે. દેશમાં ર૭ મોત સાથે કોરોનાના પ૭ હજારથી વધુ કેસ બહાર આવ્યા છે. સપ્ટેમ્બરમાં સીંગાપુરને દુનિયાનો સૌથી ઓછામાં ઓછા મૃત્યુ દરવાળો દેશ જાહેર કરવામાં આવ્યો છે.

Loading...