ગીર સોમનાથ: આથમણા પડા ગામે પ્રા.શાળાના ઓરડામાં દીપડો ઘૂસ્યો

85

ગીરગઢડાના આથમણા પડા ગામે પ્રાથમિક શાળાના એક ઓરડામાં દીપડો ઘૂસી આવ્યો હતો. ઓરડામાં દીપડાના ધામાથી શિક્ષકો અને નાના ભૂલકાઓમાં ભયનો માહલો જોવા મળી રહ્યો છે. આ અંગે વન વિભાગને ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે છતાં જર્જરીત ઓરડાને પાડવામાં આવતો નથી.

આજે વહેલી સવારે સ્કૂલના પટાંગણમાં શ્વાનને દીપડાએ ફાડી ખાધો હતો. શ્વાનને બચાવવા ગ્રામજનોએ ઘણા પ્રયાસો કર્યા પરંતુ દીપડાને શ્વાનનો શિકાર કરવામાં સફળતા મળી હતી.

ઉનાના રામનગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. શ્વાનનું મારણ કરી ખેતરમાં મિજબાની માણી હતી. રામનગરમાં ખારા વિસ્તારમાં પાંજરા મુકવામાં આવ્યા છે છતાં દીપડો પકડાતો નથી. આ વિસ્તારમાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

Loading...