Abtak Media Google News

વિશ્વમાં એકમાત્ર ગીરમાં વસતા એશિયાટીક સિંહોના અકુદરતી મૃત્યુની ઘટનામાં સરકારના જવાબમાં માત્ર ૨૭ સિંહોના અકુદરતી મૃત્યુ

વિશ્ર્વમાં એક માત્ર ગીરમાં જ એશિયાયીક સિંહોની વસ્તી ભારતનું ગૌરવ વધારી રહી છે. ત્યારે ગીરના અભ્યારણ બે વર્ષનાં સમય ગળા દરમિયાન વનરાજ માટે અભિશાપ બન્યો હોય તેમ ૨૦૦થી વધુ સિંહ મૃત્યુ સતાવાર રીતે નોંધાયાની ઘટનામાં સરકારે વિધાનસભામાં ગઈકાલે રજૂ કરેલી સિંહોની સ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે પુછેલા પ્રશ્ર્નમાં વનમંત્રી ગણપતભાઈ વસાવાએ લેખીતમાં જવાબ આપ્યો હતો કે ૨૦૦ સિંહોનામૃત્યુમાંમાત્ર ૨૭ સિંહ મૃત્યુજ અ કુદરતી રીતે અને ટ્રેન હડફેટે અને કુવામાં પડવાથી થયા હતા.

ગણપત વસાવાએ આપેલા લેખીત જવાબમાં ૨૦૧૭૧૮ના વર્ષમાં ૧૦૭ સિંહો અને ૯૫ સિંહ બાળના મૃત્યુ થયા હતા જેમાં ૨૦૧૭માં ૯૩ અને ૨૦૧૮માં ૬૭ પુખ્ત સિંહો મૃત્યુ પામ્યા હતા જયારે ૨૦૧૭માં ૩૮ અને ૨૦૧૮માં ૫૬ સિંહબાળના મૃત્યુ નિપજયા હતા. આ ૨૦૪ મૃત્યુમાં ૨૧ પુખ્ત સિંહો અને ૬ સિંહ બાળ મળી ૨૭ મૃત્યુ અ કુદરતી રીતે અભ્યારણમાં ટ્રેન હડફેટે અને કુવામાં પડવાથી મૃત્યુ થયા હતા.

આ ઉપરાંત ગુજરાતના જંગલમાં છેલ્લા બે વર્ષમાં ૭૫ બાળ દિપડાસહિત ૩૩૧ દિપડાઓનાં મોત થયા હતા.

અભ્યારણમાં વન્યજીવોનાં મૃત્યુ અટકાવવા સરકારે લીધેલા પગલામાં ખૂલ્લા કુવાઓ પર પારાપેટ, રેલવે ટ્રેક . આડવાડ, અભ્યારણમાંથી પસાર થતા વાહનો માટે ગતિ નિયમન સ્પીટબ્રેકર, અને સતત પેટ્રોલીંગ જેવા પગલાઓ ભરાયા હોવાનું જણાવાયું હતુ.

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે સિંહોમાં વાયરલ ઈન્ફેકશન અંગે પુછેલા જવાબમાં વન મંત્રી જણાવ્યું હતુ કે ગયા વર્ષે એક જ વર્ષમાં કેનિયન ડિર્સટેમ્પલ વાયરસ સિલિવના ચેપથી ૩૪ સિંહોના મૃત્યુ થયા હતા આ માટે બેબેશિયા સ્પ્રેકટોકોપલ બેકટેરીયા અને ગ્રામીય વિસ્તારમાં ફેલાયેલા વાયરસના કારણે થયા હતા.

સરકારે ૨૦૧૭માં સિંહ સર્વધન માટે ૨૦૯૬ કરોડ અને ૨૦૧૮માં ૨૭૮૯ કરોડ જયારે કેન્દ્ર સરકારે ૩ કરોડ જેવી રક્મ ફાળવી હોવાનુય જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.