Abtak Media Google News

રાષ્ટ્રીય કાનુની સત્તા મંડળ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા. ૨૨-૭-૨૦૧૮ ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્રારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે.

આ લોક અદાલતમાં ચેક રિર્ટનના કેસ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ ને લગતા કેસ, પાણીબીલ ને લગતા કેસ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્ન સબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મુકી શકાશે. જે પક્ષકારો કેસ મુકવા માંગતા હોય તેઓએ  જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાના તાલુકા કોર્ટમાં આવેલ તાલુકા કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.