Abtak Media Google News

2018નું વર્ષ ગ્રૃહિણીઓ માટે અસહ્ય મોંઘવારીમાં ગયું છે ત્યારે ન્યુયરની સરકાર તરફથી ગ્રૃહિણીને ગીફટરૂપે રાંધણ ગેસમાં રૂ.120નો ઘટાડો કર્યો છે. જેમા સબસીડીવાળા સિલિન્ડરમાં રૂપિયા 5.91નો ઘટાડો કર્યો છે, જ્યારે સબસીડી વગરના ગેસ સિલિન્ડરમાં રૂપિયા 120.50નો ઘટાડો કર્યો છે.

એલપીજીની સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દરને ધ્યાને રાખી એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે, જેના આધારે સબસીડી રાશીમાં દર મહિને બદલાવ થાય છે. એવામાં આંતરરાષ્ટ્રીય કિંમત વધે તો સરકાર વધુ સબસીડી આપે છે અને જ્યારે કિંમત ઘટે તો સબસીડીમાં ઘટાડો થાય છે.

ટેક્સ નિયમો પ્રમાણે રસોઇ ગેસ પર GSTની ગણના ઇંધણ બજારના મુલ્ય પ્રમાણે નક્કી થાય છે. એવામાં સરકાર ઇંધણની કિંમતનો એક ભાગ તો સબસીડી તરીકે આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.