Abtak Media Google News

સતત પાંચમાં વર્ષે વિરાણી સ્કુલ ગ્રાઉન્ડમાં થનારાઓ આયોજનની માહિતી આપવા આયોજકો અબતકને આંગણે

રાજકોટમાં સુથાર સમાજની સંસ્થા જી.એચ.પી. ગ્રુપ દ્વારા સમાજના ભાઇઓ-બહેનો માટે ગજજર રાસોત્સવ બાય બાય નવરાત્રી ર૦૧૯ નું ભવ્ય આયોજન વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં ગુરુવાર તા. ૧૦ નેસાંજે ૬ થી ૧૦ ના કરવામાં આવ્યું છે.

આ રાસોત્સવમાં સમાજની નાની બાળાઓના હસ્તે આરતી કરીને રાસોત્સવનો પ્રારંભ કરાશે. આ રાસોત્સવમાં રાજકીય આગેવાનો, સરકારી અમલદારો, અગ્રણી ઉઘોગપતિઓ, સામાજીક આગેવાનો બહાર ગામની સુથાર સમાજની સંસ્થાના હોદેદારો તેમજ સમગ્ર સુથાર સમાજને જી.એચ.પી. ગ્રુપ દ્વારા પધારવા અનુરોધ છે. આ તકે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છ મુલાકાત લીધી હતી.

મુંબઇના મશહુર ઓરકેસ્ટ્રા અને મુંબઇના સુમધુર સિંગર ગરબાની રમઝટ બોલાવશે. તેમની સાથે વિશેષ ઉ૫સ્થિતિમાં પુનમબેન ગોંડલીયા તથા ગરબા કવીન ગાવિનંગ પટેલ અને અમદાવાદના પ્રખ્યાત એકર દિગિશા ગજજર ખેલૈયાઓને પ્રોત્સાહીત કરશે.

આ રાસોત્સવમાં સુથાર સમાજના ખેલૈયાઓ માટે ફી પાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ફ્રી પાસ મેળવવાના સ્થળો (૧) છનીયારા એન્જીનીયર્સ પ્રા.લી. છનીયારા બીલ્ડીંગ ગોંડલ રોડ (ર) રવિ ગ્લાસ એન્ડ મેટલ્સ કૃષ્ણ કોમ્પ્લેકસ રાજનગર ચોક (૩) સ્કાય કાર્ડ એન્ડ ગીફટ શ્યામ કોમ્પ્લેકસ મવડી મેઇન રોડ આનંદ બંગલા ચોક (૪) શ્રીનાથ વુડન એન્ડ ટુલ્સ અટિકા રેલે ક્રોસીંગ પાસે

આ રાસોત્સવને સફળ બનાવવા જી.એચ.ડી. ગ્રુપ ના યોગીનભાઇ છનીયારાની આગેવાનીમાં અનિલ ખંભાયતા, દેવાંગ ગજજર, વૈભવ તલસાણિયા, જિગ્નેશ સંચાણિયા, રિતેશ ધ્રાંગધારિયા, મુકેશ કરગથરા, મિહિર ખંભાયતા, શૈલેષ ખંભાયતા, સંજય કથ્રેચા, દિપક ભારદીયા, અશોક અધેરા, હિરેન કલોલીયા, દેવ ગજજર, કલ્પેશ સંચાણીયા, પ્રકાશ ભારદીયા, પ્રજેશ છનીયારા, અનીલ ધ્રાંગધારીયા, જનક પંચાસરા, વિરાજ ખંભાયતા, જયદીપ કરગથરા, સચિન પંચાસરા, પૂર્વીશ વડગામા સહીત ૭૦ લોકોને અલગ અલગ સમીતીએ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.