Abtak Media Google News

આજની યુવતીઓ પોતાના પરફેક્ટ અને સુંદર દેખાવા માટે કોઇ કસર છોડતી નથી ખાસ કરીને વાત જ્યારે ચહેરાની આવે. પરંતુ આજ-કાલની ભાગદોડ વાળી લાઇફ અને કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસી રહેવાથી આંખની નીચે ડાર્ક સર્કલ્સ આવવા લાગે છે. જેને દુર કરવા યુવતીઓ બનતી કોશીશ કરે છે. મેકઅપએ આ ડાર્ક સર્કલ્સને થોડા સમય માટે દુર કરી શકે છે. પરંતુ જો તમે આ પરેશાનીથ હમેંશા છુટકારો મેળવવા માંગો છો તો આ ટીપ્સ અપનાવો.

– ડાર્ક સર્કલ્સ આવવાના ઘણા કારણો હોય છે. જો તમે તમારા શરીરમાં પાણીની કમી હોય તો આ સમસ્યા થઇ શકે છે. આથી ત્વચાની નમી બનાવી રાખવા માટે દિવસમાં ૬-૮ ગ્લાસ પાણી પીવો જે તમારા શરીરના હાનીકારક પદાર્થને બહાર કાઢી શકે છે.

– જંક ફુડની જગ્યાએ સ્વાસ્થ્યને સંતુલીત રાખતા આહાર લો. ભરપુર માત્રામાં મોસમી ફળ, શાક-ભાજી, સલાડ ખાવો, વીટામીન સી વાળા ફળ પણ ઘણા લાભદાયી છે. નીંલુ, કીવી વગેરેનું સેવન કરો જે તમારા ડાર્ક સર્કલ્સ હટાવામાં મદદ‚પ થશે.

– આજકાલના સમયમાં યુવાનો મોડી રાત સુધી મોબાઇલમાં હોય છે. જેના લીધે પુરી ઉંઘ થઇ શકતી નથી. જેના લીધે ડાર્ક સર્કલ્સ આવે છે. આથી ઓછામાં ઓછી ૬-૭ કલાકની ઉંધ લો.

ડાર્ક સકલ્સ હટાવવા માટે આંખ પરનો મેકઅપને હટાવ્યા બાદ તે જગ્યા પર બદામનું તેલ વિટામીન ઇ યુક્ત ક્રીમથી મસાજ કરો.

કોલ્ડ ટી બેગથી પણ ડાર્ક સર્કલ્સને હટાવી શકાય છે. પાણીમાં એક ગ્રીન ટી બેગને ડુબાડી દો અને થોડા સમય માટે તેને ફ્રીઝમાં રહેવા દો અને ત્યાર બાદ તેને આંખ પર લગાવો આમ આના રેગ્યુલર ઉપયોગથી તમારી આંખના ડાર્ક સર્કલ્સ ઘટાડવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.