Abtak Media Google News

માતાપિતા વિદેશમાં હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે

રાજ્યમાં મેડિકલની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે. વિદેશમાં જન્મેલા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ ધરાવતા મૂળ ગુજરાતી વિદ્યાર્થીએ ધોરણ-૧૨ ગુજરાતમાંથી પાસ કર્યું હશે તો તેને મેડિકલમાં ગછઈંની સાથે સામાન્ય ક્વોટામાં પણ પ્રવેશ મળી શકશે. તેનાથી ગછૠને તો ફાયદો થશે પણ સ્થાનિક વિદ્યાર્થીઓને અસર થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આવા વિદ્યાર્થીઓ એનઆરઆઇ ક્વોટા માટે અને સામાન્ય ક્વોટા બંને માટે પાત્ર ગણાશે. માતાપિતા વિદેશી નાગરિક હોય અને વિદ્યાર્થી ગુજરાતમાં રહીને અભ્યાસ કરતો હોય તેવા અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ મળશે. પ્રવેશ માટે સક્ષમ અધિકારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ગુજરાતમાં હાલ એમબીબીએસની ૪૦૦૦, ડેન્ટલની ૧૧૫૫, આયુર્વેદની ૧૮૨૦, હોમિયોપથીની ૩૨૫૦ અને નેચરોપથીની ૬૦ મળી ૧૦ હજાર જેટલી બેઠકો છે.

ત્યારે તેમાં પ્રવેશના નિયમોમાં સરકારે બીજો જે મહત્વનો ફેરફાર કર્યો છે તે મુજબ જે વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષમાં મેરિટ પ્રમાણે આયુર્વેદ, ડેન્ટલ, હોમિયોપથી જેવા કોઇ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોય અને ફરીથી નીટની પરીક્ષા પાસ કરીને તેના મેરિટ પર એમબીબીએસ કે અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. જો કે, તેમણે ચાલુ અભ્યાસક્રમના બાકી તમામ વર્ષો ( પાંચ વર્ષ)ની ફી ભરીને સંસ્થા પાસેથી એનઓસી રજૂ કરવાનું રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.