Abtak Media Google News

બે કોઁગી ધારાસભ્યોના મત રદ થયા તેને સુપ્રીમમાં પડકારશે: સોશિયલ મીડિયામાં અંગત નિશાન બનાવશે તેને છોડીશ નહીં

રાજયસભાની ચુંટણી પરિણામો બાદ આજરોજ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને કોંગ્રેસ સામે ખુલ્લો બળવો જાહેર કર્યો હતો. તેમજ તેમના જુથના ધારાસભ્યો સામે ક્રોસ વોટીંગ માટે પગલા લેવાયા છે તો રાષ્ટ્રપતિની ચુંટણીમાં ક્રોસ વોટીંગ કરનાર સામે કેમ પગલા ન લેવાયા ?  તેમ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. તેમજ ચુંટણી પંચને રાજયસભાની ચુંટણીમાં મત રદ કરવાનો અધિકાર નથી. બે કોંગ્રેસ ધારાસભ્યોના મતને રદ કરવામાં આવ્યા તેને સુપ્રિમમાં પડકારશે. તેમ જણાવ્યું હતું.

શંકરસિંહ વાઘેલાએ રાજયસભામાં ચુઁટણી પ્રક્રિયા ચુંટણી કમિશ્નરે અટકાવી હતી તે યોગ્ય નથી તેમજ રીટનીંગ ઓફીસર જે કહે તે જ નિર્ણય  આખરી ગણાય તેમ ઉમેર્યુ હતું.

શંકરસિંહ જુથના ધારાસભ્યો સામે પગલા લેવાતા તેમને કોંગ્રેસ દ્વારા હકાલપટ્ટીનો પત્ર મળ્યો હોવાની પણ તેમણે કબુલાત કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે તેઓ શરુથી જ કહેતા આવ્યા છે કે તેમના ધારાસભ્યો પક્ષની વિચારધારાથી ખુશ નથી પણ દુ:ખી છે તેને કોંગે્રસે નજર અંદાજ કરી દીધું હતું. રાજસભાની ચુંટણી મુદ્દે તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ પાસે ત્રણેય ઉમેદવારો માટે પુરતા વોટ હતા. તેમજ જે પાર્ટી પાસે વધારે વોટ હતા તે પણ માંડ એક જ વોટથી જીતી છે. અહેમદ પટેલની જીતને તેમણે કોંગ્રેસની જીત નહી પણ ષડયંત્રની જીત ગણાવી હતી. કોંગ્રેસની જીત જેડીયુ અને એનસીપીના મતની મદદથી થઇ છે. આ અંગેનું ષડયંત્ર  પહેલેથી જ રચાયું હતું જેમાં ચુંટણી કમિશનને કઇ રીતે દબાવવું તે માટે પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય રાધવજીભાઇ પાસેથ બેલેટ પેપર આંચકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવું તેમણે જણાવ્યું હતું. તેમજ સિનીયરો જ પાર્ટીને હરાવવાની કોશીષ કરે છે તથા અહેમદ પટેલને હરાવવા માટે પણ સિનિયરો દ્વારા ષડયંત્ર રચાયું હતું. રાજયસભાની ચુંટણી પહલા જ દિલ્હીથી અંતરાત્માના અવાજને અનુસરીને મત આપવા કહેવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની ચુંટણમાં મીરાકુમારે પણ તેમ જણાવ્યું હતું  ખરેખર મત જોતા હોય તો બીજાના અંતરાત્માને જગાવવાની વાત ન કરો.

અશોક ગેહલોતની હાજરીમાં તથા ગુરુદાસ કામતની હાજરીમાં ૩૬ ધારાસભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. છતાં કોંગે્રસે ઘ્યાને લીધુ ન હતું. દુ:ખી ધારાસભ્યોની ફરીયાદ ઘ્યાને લીધી ન હતી. અહેમદભાઇને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ રમતના કારણે મળેલી આ જીતનો જશ્ન મનાવો અને હજુ પણ ધારાસભ્યોને જીતાડો જે કરવું હોઇ તે કરો. પરંતુ જે ઘટના બનીછે તે ન બનવી જોઇએ તેમ જણાવી મેણુ માર્યુ હતું. રાષ્ટ્રપતિની ચુંટણીમાં પણ ૧૧ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુ હતું. તેમની સામે કેમ પગલા નથી લેવામાં આવ્યા ? તેમ પ્રશ્ર્ન કર્યો હતો. તેમજ અહેમદ પટેલ સાથે તેઓના સંબંધ સારા હતા અને રહેશે.તેમને ૯ ઓગષ્ટ સુધી રાજીનામુ ન આપવા માટે જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે અશોક ગેહલોતને માફી માંગવા પડકાર ફેંકયો હતો. ત્યારે તેમણે માફી ન માગતા પોતે અહેમદભાઇને મત ન આપ્યો હોવાનો તેમણે મિડીયા સમક્ષ ખુલાસો કર્યો હતો.

વધુમાં આક્રોશ સાથે તેમણે જણાવ્યું હતું કે ર૧ જુલાઇએ કોંગ્રેસને છોડયું તે અગાઉ તેઓ દરેક સ્થિતિમાં કોંગ્રેસ સાથે રહ્યા હતા. તેમજ કોંગ્રેસને ખરાબ સમયમાં પણ પોતે સાથ આપ્યો હતો. જયપ્રકાશનું નિધન થયું ન હોવા છતાં તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પણ સાથે હતા અને જવાબદારી નિભાવી છે. અને વર્ષો સુધી યોગદાન આપ્યું છે. સોશ્યલ મીડીયામાં તેમને અંગત નિશાનો બનાવાશે તો તેઓ છોડશે નહી તેવી ચિમકી આપી હતી. છેલ્લે પત્રકારોને પણ સલાહ આપી હતી કે તમારી એક વાત પણ લોકોના માનસ પર અસર  કરે છે માટે સમજીને માહીતી આપવી જ‚રી છે.પત્રકારોને પણ સમજીને લખવા ચેતવણી: પત્રકાર પરિષદમાં બાપુનો ઘટસ્ફોટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.