Abtak Media Google News

ગુજરાત ટૂંક સમયમાં વધુ એક સીમાચિહ્મ સ્થાપિત કરવા જઇ રહ્યું છે. ગુજરાત ક્રિકેટ એસો. અમદાવાદના મોટેરામાં વિશ્ર્વનું સૌથી ક્રિકેટ સ્ટેડીયમ તૈયાર કરી રહ્યું છે. જે ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમને પાછળ છોડી દેશે. ગુજરાત ક્રિકેટ સ્ટેડીયમ, મોટેરાની બેઠક ક્ષમતા ૧,૧૦,૦૦૦ પ્રેક્ષકોને હશુે જેની સામે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમની ક્ષમતા ૧,૦૦,૦૨૪ પ્રેક્ષકોને સમાવવાની છે. જી.સી.એ. ના વાઇસ પ્રેસિડેનટ પરિમલ નથવાણીએ તાજેતરમાં સ્ટેડીયમની મુલાકાત લઇને બાંધકામની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંતોષ વ્યકત કર્યો હતો.

તમામ આધુનિક સુવિધાઓ ધરાવતા આ વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમને મૂર્તિમંત સ્વરુપ આપવાનું કાર્ય જી.સી.એ.ના પ્રમુખ અને ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહની રાહબરી હેઠળ ચાલી રહ્યું છે. સ્ટેડીયમની બાંધકામ સાઇટ વેળાએ જી.સી.એ. વાઇસ પ્રેસિડેન્ટની સાથે જોઇન્ટ સેક્રેટરી જય શાહ, કારોબારી સમીતીના સભ્ય ભરત ઝવેરી અન ભરતદુધીયા વિગેરે પણ જોડાયા હતા. બાંધકામના કોન્ટ્રાકટર મેસર્સ એલ.એન્ડ ટી. પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ મેસર્સ સ્તૂપ ક્ધસલ્ટન્ટસ અને આર્કિકેટ ડિઝાઇનર કંપની મેસસ

પોપ્યુલસના એન્જીનીયરો અને અધિકારીઓ પણ આ મુલાકાત સમયે ઉ૫સ્થિત રહ્યા હતા. અને મુલાકાત બાદ પ્રોજેકટની પ્રગતિની માહીતી પુરી પાડતું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. અમને આશા છે કે સ્ટેડીયમ તેની નિર્ધારીત સમય મર્યાદામાં તૈયાર થઇ જશે. એમ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે નવું સ્ટેડીયમ આધુનિક યુગનું નજરાણું હશે અને અમદાવાદ શહેરમાં જોવાલાયક સ્થળોમાં વધુએક આકર્ષણ ઉમેરો કરશે. નવું સ્ટેડીયમ આશરે ૬૩ એકટ જીમન પર આકાર લેેશે કલબ હાઉસથી સજજ હશે. જેમાં ૫૦-૫૫ જેટલા રુમો તથા ઓલમ્પિક સ્તરનો સ્વિમીગ પુલ હશે. નવા સ્ટેડીયમમાં ત્રણ પ્રેકિટસ ગ્રાઉનડ હશે તેમજ ઉભરતા ક્રિકટરોને કોચીંગ આપવા માટે ઇન્દોર ક્રિકેટ એકેડમી પણ હશે. જી.સી.એ. કોર્પોરેટ બોકસની સંખ્યા વધારીને ૭૦-૭૫ કરવા ધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.