ગાયત્રી પરિવાર બેંગ્લોર છેલ્લા ૩૫ વર્ષથી કાર્યરત: ૧૨૦૦થી વધુ પરિવારો જોડાયા છે

છાત્રોને શૈક્ષણિક કિટ, નવરાત્રી સાથે ગૌશાળાને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાય કરે છે; લોકડાઉનમાં દર શનિવારે ઓનલાઈન ભજન કરાય છે, રાજકોટનાં વકતા અરૂણ દવે અને હાસ્ય કલાકાર અવની વ્યાસ જોડાયા

ગાયત્રી યુવા પરિવારની સ્થાપના ૧૯૮૫માં અરવિંદ પંડયાએ કરી જેમાં બેંગલોરમાં વસતા ગુજરાતી સમાજના લોકો વધુને વધુ જોડાવા લાગ્યા ને વિશ્ર્વ કલ્યાણાર્થે ભકિતભાવ ભજનો સાથે માનવ સેવાના કાર્યો કરતા ગયાને આજે તો નાનક્ડો પરિવાર વટવૃક્ષ બનીને ચોમેર દિશાએ સેવા કરવા લાગ્યો.

છેલ્લા ૩૫ વર્ષથી દર શનીવારે સાંજે ભજનો કરે છે. તેમજ વિવિધ પરિવાર જનોનાં ઘરે જઇને યજ્ઞ-પૂજા કરાવે છે. છેલ્લા ૧૮૩૧ શનીવારથી નોનસ્પોટ ધૂન ભજન કરીને રેકોર્ડ કર્યો છે. લોકડાઉનમાં આ શકય ન હોવાથી એટલીકેશનનાં ડીઝીટલ માધ્યમથી બધા ધૂન-ભજન પ્રાર્થના કરે છે. વિક્રમભાઇ લાબડીયા, ડો. અવની વ્યાસ, હિતેષ મહેતા, અરૂણ દવે, અશ્ર્વિનભાઇ જોશી, રમેશભાઇ દવે સાથે વિવિધ લોકોના પ્રવચનો સાથે મનોરંજન કર્યાક્રમ પણ યોજવામાં આવેલા હતા.

દર વર્ષે રાઘકેન્દ્ર ગૌ આશ્રમ માલુર ખાતે ગાયોના જતન માટે એક લાખની સહાય પરિવાર કરે છે. સાથોસાથ મંદ બુધ્ધીના બાળકોની સંસ્થાને પણ મદદરૂપ થાય છે. ગત્ વર્ષો જ આ સંસ્થાનો જનરેટર વસાવી આવેલ હતું.

સમગ્ર આયોજનમાં પરેશભાઇ ભટ્ટ, નિખિલ જોશી, નીલ ધાનક, અશોક પંડયા, અનિલ પંડયા, મનોજભાઇ પંડયા વિગેરેનું ભજન ગ્રુપ છે. સમગ્ર આયોજનમાં અનિલ પંડયા કોર્ડીનેશન સંભાવે છે. દર વર્ષે વાર્ષિક આયોજનમાં ૧૦૮ કુંડી પરી પણ કરાય છે ને દર શનીવારે નિયમિત ભજન પુજા કરાય છે. કોરોના મહામારીમાં પરિવાર જનોને રાશન કીટ વિતરણ કરાય હતી. શિયાળામાં ધાબળા, બાળકોને દુધ દવા સાથે સવૌદય સર્વિલ સોસાયટી વિજીપુરામાં જનરોહ, બંધકામ, રાશન કિટ, ટીવી જેવી વસ્તુઓ આપીને સ્પેશિયલ બાળકોની સ્કુલને મદદ કરાય હતી.

આ પરિવારમાં દેશ-વિદેશના લોકો જોડાયા છે. જેમાં યુરોપ-ઓસ્ટ્રેલિયા કેનેડા-દુબઇ વિગેરે દેશોમાંથી ગુજરાતી લોકો જોડાયા છે. હાલા ૧૨૦૦થી વધુ પરિવારો જોડાયા છે.

પરિવારનાં મહિલા પાંખના જયોતીબેન પંડયા હિનાબેન ઉપાધ્યાય, કવિતાબેન વોરા, અનિતાબેન પટેલ, સુનિતાબેન કનૈયા, હિનાબેન પંડયા, વનિતાબેન યોગીતા મામતોશ, બાલકૃષ્ણ મહેતા સહિતનાં કમીટી મેમ્બરો સક્રિય રીતે પરિવારનું કાર્ય કરી રહ્યા છે.

ગત્ શનીવારે ડિઝીટલ પ્લેટફોર્મ ઉપર પરિવાર સાથે ઓનલાઇન અરૂણ દવેએ માનવજી વન કલ્યાણ સાથે કર્મ, શ્રધ્ધા, વિશ્ર્વાસ સંબંધિત વિવિધ વિષયને સાંકળીને પ્રવચન આપેલ હતું. વિવિધ ઉદાહરણો સાથે પ્રવચનમાં માનવધર્મને સાંકળીને નીતીમતા જેવી જીવનમૂલ્યોની વાતોને સાંકળીને પ્રવચન આપેલ હતું. પરિવારના એક હજારથી વધુ લોકો દેશ વિદેશથી પરિવાર સાથે ઓનલાઇન જોડાયા હતા.

Loading...