Abtak Media Google News

ક્રિકેટર ગૌતમ ગંભીર આજે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની હાજરીમાં ભાજપમાં સામેલ થયો છે. છેલ્લાં કેટલાંક દિવસથી અટકળો ચાલી રહી છે કે ભાજપમાં સામેલ થઈને ગંભીર ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત ભાજપની ઉમેદવારોની વધુ એક યાદી આજે જાહેર થઈ શકે છે.

ભાજપે લોકસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર કરી છે. જેમાં માત્ર એક જ નામ સામેલ કરવામાં આવ્યું છે. પાર્ટીએ દીવ એન્ડ દમણથી લાલુભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. આ સીટ પર ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. તો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળવાની છે, જેમાં બાકીના નામો અંગે નિર્ણય થશે. આશા છે કે ભાજપની વધુ એક યાદી આજે જાહેર થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.