Abtak Media Google News

આઇપીએલ 2018માં નિરાશાજનક પ્રદર્શન પછી ગૌતમ ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે

ગંભીરે કહ્યું- આ મારો નિર્ણય હતો

ગૌતમ ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશીપ છોડવા પર કહ્યું, આ મારો નિર્ણય હતો. મેં ટીમ માટે પૂરતું યોગદાન આપ્યું નથી. કેપ્ટન હોવાને કારણે મારે જવાબદારી લેવાની હતી. મને લાગે છે કે આ યોગ્ય સમય હતો.


શ્રેયસ ઐય્યરે કહ્યું, “કેપ્ટનશીપની જવાબદારી સોંપવા માટે ટીમ મેનેજમેન્ટ અને કોચનો આભાર. આ મારા માટે ઘમા સન્માનની વાત છે.”ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રમવામાં આવેલી 6 મેચોમાં દિલ્હી ડેરડેવિલ્સને 5 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તે પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે.ગૌતમ ગંભીર આ પહેલા 2008, 2009 અને 2010માં દિલ્હી ટીમની સાથે ખેલાડી તરીકે જોડાયા હતા. 2008માં તેઓ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા. તેમણે 534 રન બનાવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.