Abtak Media Google News

શાકમાર્કેટ પાછળ ઉભરાતી ગટરોથી દુકાનદારો અને ગ્રાહકો પરેશાન : યોગ્ય ઉકેલ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

મોરબીમાં શાકમાર્કેટ પાછળ આવેલી બજારમાં છેલ્લા ૪ વર્ષથી ગટરો ઉભરાય જવાની સમસ્યાથી વેપારીઓ પીડાય રહ્યા છે. ત્યારે ગઈકાલે વેપારીઓએ પાલિકા કચેરીએ ધસી આવી ને ઉગ્ર રજુઆત કરી હતી. બાદમાં ચીફ ઓફિસરના પીએએ યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Img 20180509 Wa0015મોરબીમાં શાકમાર્કેટ પાછળની બજારમાં છેલ્લા ૪ વર્ષથી ગટરો ઉભરાય છે. ત્યાં આવેલા મ્યુન્સીપાલ્ટી કોમ્પ્લેક્ષ આસપાસ ગટરો ઉભરાતા આખી બજારમાં ગંદુ પાણી ફરી વળતા ગ્રાહકોને તેમજ દુકાનદારોને ગંદા પાણી માથી પસાર થવું પડે છે. છેલ્લા ૪ દિવસથી આ ગંદા પાણીનો અસહ્ય ત્રાસ રહેતા અંતે વેપારીઓના ટોળુ નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું.

Img 20180509 Wa0014 1વેપારીઓએ ઉભરાતી ગટરોના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેની ઉગ્ર માંગ ઉઠાવી હતી. તે વેળાએ ચીફ ઓફિસરે રાત્રે ત્યાં સફાઈ કામ કરાવી આપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.